Quotes by HITESH DABHI in Bitesapp read free

HITESH DABHI

HITESH DABHI

@hiteshdabhi8322


સમંદરનું તોફાન,
ફરી વળ્યું ચોગાન.
કુદરતનો પણ કેવો કમાલ કે
કાટમાળથી કર્યુ રંગરોગાન.
ચોમેર સંભળાય છે ક્રૂર આક્રંદ,
બસ બધે દેખાય છે ખેદાન-મેદાન
જહાજોની જગ્યાએ આજે મડદાં તરે છે.
નહોતું તરવું છતાં તેં કર્યું જ છે એલાન,
તુ રૂશવત પણ ક્યાં લે છે?
તુ તો છે કાયાનો ઘડનાર,
જેની પાછળ પણ છે રડનાર.
એ તો મદમસ્ત થઇ આવેલું,
સમંદરનું તોફાન!

- હિતેશ ડાભી

Read More

રહેવા દે સળગતું લેવું હાથમાં,
ક્યાંક હાથ દાઝશે તો -
ક્યાંક હાથ થશે કાળા.

- હિતેશ ડાભી

जिंदगी की हर खुशी में,
कैसे भूल जाऊ तुझे?
तू है मेरी साँस पल-पल,
तू है आख़िरी जिंदगी।

- HITESH DABHI

जिंदगी वो किताब सी हो गई है मेरी,
जो पन्ने लिखें वो मिला नही,
और जो पन्ने पढ़े वो कभी हुआ नही।

- हितेश डाभी

જિંદગી વિસ્તરતી જાય છે અફાટ દરિયાની જેમ,
કેમ કે અનુભવો લીધા છે દરિયાના મોજાની જેમ.

- હિતેશ ડાભી

રચના મારી પણ હતી તેમાંની એક,
કોઈ માશૂકા સમજ્યું તો કોઈ કવિતા.

-HITESH DABHI

ભલે હોય રાતનું ઘનઘોર અંધારું,
છતાં બંધ આંખે તું જ દેખાય છે.

-HITESH DABHI

મને એ બે બહુ ગમે છે,
એક હું અને બીજો મારો પડછાયો.

-HITESH DABHI

ના શોધો તમે મને ગમેત્યાં,
હું પાગલ થયો છું તમારામાં.

-HITESH DABHI

વાદળ તો ઘનઘોર હતા એના પ્રેમના,
એકરાર કર્યો ને વાવાઝોડું થય ગયુ.

-HITESH DABHI