Quotes by Jaydeep Shah in Bitesapp read free

Jaydeep Shah

Jaydeep Shah

@jaydeepashahgmailcom


જાહોજલાલી દર્દ ની પણ કૈ ઓછી નથી,
કાગળ પર શું ઉતારી વાહ વાહ થઈ ગઈ...

એકલા કરી દીધા એક ચેહરા એ
નહિ તો અમે ખુદ એક મહેફિલ હતા..

બાંધ્યા વાદળા
તમારી યાદોના મારી આંખમાં
આવો તો ભીંજાઈએ આપણે આ વરસાદમાં

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું
લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું.

હવે મારી પાસે ક્યાં કોઈ બીજો પર્યાય છે?
તું જ પહેલો અને તું જ છેલ્લો અધ્યાય છે...

તું મળવા આવે તો એક મોંઘી ભેટ આપું તને
કરકસર કરીને બચાવેલી એક સાંજ આપું તને...

તારું કેહવું છે કે શાંતિ હશે ત્યારે વાત કરીશુ...
પણ તું વાત કરે અને શાંતિ મળે એમ પણ બને...

ભીની મોસમ નો આ અઘરો પ્રશ્ન છે..
બધે લીલુંછમ, પણ ભીતરે કોરુ વન છે...

એક કોરું વાદળ મોકલાવ ..
કે મારે આજ વરસવું છે અનરાધાર..
સંયોગ પણ કેવો ઘડાયો...
હું છું આ પાર ને તું પેલે પાર...

નયનનું દ્વાર ધીરેથી વાસવું,
ને વારંવાર હૈયું ફંફોસવું.
લખ્યું છે છાતીના ડાબા ભાગ પર,
વગર કામે અહીંયા ના બેસવું...

Read More