Quotes by jetha malde in Bitesapp read free

jetha malde

jetha malde

@jetha


આમ સાવ ખાનગી નથી પણ થોડી અંગત વાત છે
ચોરે ચર્ચાય નહીં,પણ તને કીધા જેવી તો વાત છે

ઠીકથી વિખૂટા પડતા પણ ન આવડ્યું શું કહુ એને હવે?
ખુદને મુજમાં પૂરેપૂરો છોડી ગયો,એનો આ વલોપાત છે

વમળમાંથી માંડ તરીને નિકળ્યો,તો કિનારે એની આંખોમાં ડૂબી ગયો
એક જોશીડે હાથ જોઈ કહ્યું હતું આને માથે ડૂબવાની ઘાત છે

તિમિર સામે ટકટક ન કર,બસ‌ જૂગનુને મનભરીને જોયા કર
અંધકાર ઓગળી જાય અવગણના થી,જેઠા પછી મલકતું પ્રભાત છે

Read More