Quotes by Roshan palanpuri in Bitesapp read free

Roshan palanpuri

Roshan palanpuri

@jitendrabhai1742


સાવ સીધી વાતમાં અવળું પડ્યું,
હોઠ ને પંચાતમાં ક્યાં રસ હતો?

રોશન પાલનપુરી

સાવ સીધી વાતમાં અવળું પડ્યું,
હોઠ ને પંચાતમાં ક્યાં રસ હતો?

રોશન પાલનપુરી

*શીર્ષક: એજ માળિએ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

દિવાળીનું હતું ટાણું,
ને મન મારું હરખાણું.
કરીએ થોડી સાફ-સફાઇ,
અગાસીને પણ વાળીએ,
મારી યાદો ખોવાઈ એજ માળિએ.

એ કરોળિયાનું જાળું,
જ્યાં પડ્યું'તું જૂનું તાળું.
મને જોઈ જાણે કહેતું હોય,
અમે જ બધું સંભાળીએ?
મારી યાદો ખોવાઈ એજ માળિએ.

ત્યાં પુસ્તકોના થપ્પા,
થયા'તા બથ્થમ-બથ્થા.
જોઈ મનમાં થયું કે,
સમય અહીંપણ થોડો ગાળીએ,
મારી યાદો ખોવાઇ એજ માળિએ.

લગ્નનો એ સૂટ મળ્યો..
જોઈ હું માંય ને માંય બળ્યો.
જે વાસણમાં જમ્યા'તા અમે,
ઘા કર્યો એજ થાળીએ.
મારી યાદો ખોવાઈ એજ માળિએ.

રોશન પાલનપુરી..✍️

Read More

નાજુક હોય..
સુંદર હોય ..
કે હોય નમણી નાર.
પણ બધું જ વ્યર્થ છે,
જો ના હોય લજ્જની વાડ.
ફેશનના નામે અંગપ્રદર્શન
કેટલું વ્યાજબી ગણાય?
અરે! લજજા એતો
સ્ત્રીનું આભૂષણ છે
એને કેમ લુંટાવા દેવાય?
તું મર્યાદાની દેવી છે..
કેમ ભૂલે છે ભાન?
લોકલાજમાં તારું સન્માન થશે..
એટલું તું જાણ.

જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

ભીતર દીવો પ્રગટાવજે
🔥🔥🔥🔥🔥🔥
દીન-દુઃખીયાની સેવા કરજે,
અંતર કદી ના બાળજે.
ભીતર દીવો પ્રગટાવજે...
તન મેલું તો ચાલશે,
મનનો મેલ ઉતારજે.
ભીતર દીવો પ્રગટાવજે...
સ્નેહ-કરુણા દિલમાં ભરી,
પ્રેમનાં બીજ તું વાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...
અમીરી-ગરીબી નેવે મૂકી,
મીઠાં સુર તું રેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...
લાગણી કેરું તેલ પૂરી,
દિલમાં પ્રકાશ ફેલાવજે.
ભીતર દીવો પ્રગટાવજે...

✍️જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More

🌹🙏🏻 નારી 🙏🏻🌹

નારી તું છે જગથી નીરાળી,
લાગે છે તું સૌથી ન્યારી.

મા ની મૂરતમાં મમતાની ક્યારી
બહેન તો લાગે છે સૌને પ્યારી
બેટી તો બેટી છે સૌની દુલારી.
નારી તું છે જગથી નીરાળી.

તું સમજે છે બધી દુનિયાદારી.
કેટલા છે રૂપ ને કેટલી કહાણી
બધા ઉપર તું તો છે ભારી.
નારી તું છે જગથી નીરાળી,

કેટલા કિરદાર છતાં તું ના હારી
મુખ પર ક્યારેય ના દેખાઈ લાચારી
તારી ઉપર હું જાઉં વારી વારી
નારી તું છે જગથી નીરાળી,
લાગે છે તું સૌથી ન્યારી.

જીતેન્દ્ર પરમાર "રોશન"

Read More