મારી કવિતા કે વાર્તા માં હું મળી આવું કે નહિ એ ખબર નથી ...પણ મારામાં મારી દરેક વાર્તા ને કવિતા મળી આવશે....

બજાર ભરાણી છે માણસોની
ઈશ્વર વહેંચવા બેઠો છે...

ધર્મના નામ પર
માણસાઈ વહેંચવા બેઠો છે

મણકા ફેરવતા ફેરવતા
કોઈની પથારી ફેરવવા બેઠો છે

પૈસાના પૂજારી છે સૌ અહીં અને
ઈશ્વર અલ્લાહ જીસસને સમજાવવા બેઠો છે....

જેનો બનાવેલો છે
એને જ બનાવવા બેઠો છે
ધર્મના નામ પર માણસાઈ વહેંચવા બેઠો છે

યોગી

-Dave Yogita

Read More

આજ ફરી કોઈ મારા દિલના તાર છેડી ગયું
તારુ નામ દઈ ફરીથી મને કોઈ જીવતું કરી ગયું

-Dave Yogita

તું પણ રમ્યો હશે આ દિલની રમત
તું પણ હાર્યો હશે આ દિલથી જગત

તું પણ ભૂલ્યો હશે,પ્રેમમાં આખે આખું જગત
તું પણ રમ્યો હશે આ દિલની રમત

તું પણ પડ્યો હશે પ્રેમમાં,એની આંખોમાં થઈ મગન
તું પણ રમ્યો હશે આ દિલની રમત

તું પણ ભૂલ્યો હશે,શું છે ભૂખ ને તરસ?
તું પણ રમ્યો હશે આ દિલની રમત

તને પણ લાગી હશે, કંઇક આવી જ લગન
તું પણ રમ્યો હશે આ દિલની રમત
અંતમાં,
તું પણ તડપ્યો હશે આ દિલ બનાવી
તું પણ રડ્યો હશે આ દિલ લગાવી
કોઈક તો વશી ગયું હશે આંખોમાં તારી
એટલે તો તું પણ હારીને જ જીત્યો હશે આ દિલની રમત


યોગી

-Dave Yogita

Read More

હું અને તું વિષય આવે એટલે યાદ આવે એ તું
કેમકે તારે અનેક પણ મારે એક તું,

આ નશ્વર દેહ એટલે હું
અને આ દેહમાં પ્રાણ પૂરનાર તું...

જ્યારે જ્યારે હું માંથી બહાર આવુ
ત્યારે ત્યારે મને મળી જાય એ તું...

વારંવાર ભૂલો કરનાર હું
વારંવાર આ ભૂલોને માફ કરનાર તું....

હું એટલે એક પામર મનુષ્ય
પરમકૃપાળુ પરમેશ્વર તું....

-Dave Yogita

Read More

ઓય! સાંભળને કરવી છે એક વાત
સિતારાઓના જહાનમાં કરવી છે મુલાકાત

જીવન અને મૃત્યુ વચ્ચેની ક્ષણની છે આ વાત
તારો અને મારો સાથ આંખોથી થશે મુલાકાત

શબ્દોની ક્યાં છે જરૂરિયાત?
શબ્દોની ક્યાં છે જરૂરિયાત?


યોગી

-Dave Yogita

Read More

સોનેરી કિરણો સાથે આવે સોનેરી સવાર
સાથે લાવે ખુશીઓની સોગાત
સોનેરી સવાર સાથે સૌને ઉમ્મીદો હજાર
સોનેરી સવાર અને તારો ને મારો સાથ

યોગી

-Dave Yogita

Read More

મારા દિલને તારી ધડકન સાથે વાત કરવી છે
ખુશીઓ સાથે તારી મુલાકાત કરવી છે

પરીઓના દેશમાં આજે તો મુલાકાત કરાવી છે
ખુશીઓ સાથે તારી મુલાકાત કરવી છે

આભલાના ચાંદ સાથે સંતાકૂકડી રમવી છે
ખુશીઓ સાથે તારી મુલાકાત કરવી છે

કોઈ નામ નિશાન ન હોય ગમનું એવી એક દુવા કરવી છે
ખુશીઓ સાથે તારી મુલાકાત કરવી છે

યોગી

-Dave Yogita

Read More

બળતરા આટલી કરે છે તું શાની?
નસીબને નથી કોઈ શક્યું પહેચાની

હાથમાંથી છીનવી જશે પણ
નસીબમાંથી કોણ છીનવી જશે જે છે મિલકત તારી
બળતરા આટલી કરે છે તો તું શાની?

મળે છે એટલું જ જે ભાગ્યમાં
આવ્યો છો તું લખાવી
બળતરા આટલી કરે છે તું શાની?

આજે મળ્યું તે લેજે પ્રેમથી સ્વીકારી
કાલની ચિંતા આટલી કરે છે શાની?
બળતરા આટલી કરે છે તું શાની?

અંતમાં,
મહેનતથી મળી જાય છે
સપના પણ સાકાર થઈ જાય છે
ધીરજની વાત તું લે જાણી
બળતરા આટલી કરે છે તો તું શાની?

યોગી

-Dave Yogita

Read More

તારી આંખોમાં મારા નામની નમી છે
આખી દુનિયામાં એક તું જ મને ગમી છે

જોઈ તારો ચહેરો ધડકન પણ ભૂલી પડી છે
આખી દુનિયામાં એક તું જ મને ગમી છે

તરસતી આ આંખો સામે સામે મળી છે
આખી દુનિયામાં એક તું જ મને ગમી છે

આજે આ દિલને પણ વાચા મળી છે
આખી દુનિયામાં એક તું જ મને ગમી છે

યોગી

-Dave Yogita

Read More

चाहे इबादत हो या ईश्क
जो मशगूल हो गए वो ही मशहूर हो गए


योगी

-Dave Yogita