Quotes by KGThakor in Bitesapp read free

KGThakor

KGThakor

@kgthakor


સાંજના સૂરમાં સંગીત જેવું નયન,
લાજથી લાલાયા હોઠોનું સહજ ચિત્રણ.

વાંકા વાળમાં સપનાનું ઘર હોય જાણે,
ચંદન જેવી શીતળતા હોય શ્વાસે - ઉચ્છવાસે.

નયનથી વણાય કંઇક અજાણું સપનું,
શબ્દ વગર પણ કહે પ્રેમનું કાવ્ય સાચું.

રેલાતા કાજળ જાણે સૃષ્ટિ રમતી હોય,
ચહેરો એવો કે ચાંદની પણ શરમાતી હોય.

મૃત્યુની પળો પણ જીવન આપતી લાગે,
એવી કોઈ સુકન્યા મારા કાવ્યમાં વિહારે.

KGThakor

Read More