खुश्बु अपने लिबास से नही,पर अपने व्यक्तित्व से आनी चाहिए

જ્યારે જ્યારે દાનની વાત આવે ત્યારે દાનવીર કર્ણ પણ દાન કરવા માટે અસક્ષમ બને. સોનાના કવચ-કુંડળ તો કોઈ પણ કરોડપતિ દાનમાં આપી શકે પણ જ્યારે એક પિતા દાન કરવા બેસે છે ત્યારે એના કાળજાનો કટકો જેવી દીકરીનું હસતા મોઢે કન્યાદાન કરી દેતો હોય છે. સાચો દાનવીર કોણ? મહાન કોણ? કર્ણ કે દીકરીનો પિતા? આ એ પિતા છે જેને દુનિયા પથ્થર દિલ સમજે છે તો પછી કન્યાદાન કરતી વખતે એ બાપનું દિલ પથ્થરમાંથી બરફ કેવી રીતે બની જતું હશે?

મૈત્રી બારભૈયા

Read More

બધી માન-મર્યાદા અને આમન્યા સ્ત્રીઓને જ શું કામ શીખવવામાં આવે છે?
શું પુરુષ માટે કોઈ માન કે આમન્યા નહિ હોય?
જો "ના" તો પછી gender equalityની આટલી પોલી વાતો શું કામ?
અને જો જવાબ "હા" છે તો એ માન ને મર્યાદા કોણ એને શીખવશે અને ક્યારે એ શીખશે? ક્યારેય કોઈ એને શીખવશે કે નહીં? એ શીખશે કે નહીં?

-Maitri Barbhaiya

Read More

આ કાળો રંગ,
એકલતા,
ઉદાસી,
રૂદન,
બધું જ માફક આવી ગયું છે,
હવે એમાં રંગીનતા, સામીપ્ય, ખુશી ને પછી હસાવીને મને હવે છેતરવાની કોશિશ ન કર!

-Maitri Barbhaiya

Read More

એકવાર એ જો આવી જાય તો,
તો બસ રવિવારે મદહોશ થઇ જાવું છે એના મિલનમાં, એના વિરહમાં!

-Maitri Barbhaiya

જે નાનપણના કડવાશની આગ ઓલવાઈ ગ‌ઈ છે,
એને હવે ભૂતકાળની ફૂંક મારીને ફરીથી સળગાવ ન તું!

દર્દ વધશે
જ્યારે, શેર કહીને
ફંગોળી દેશુ!

-Maitri Barbhaiya

પોતાની ખુશી માટે જીવતી જે અત્યાર સુધી,
હવે એ કોઈ બીજાનાં માટે જીવતી થઈ ગઈ છે,

પોતાની જિદ્દ આગળ જે આખા ઘરને ઝૂકાવતી,
હવે એ કોઈની જિદ્દ આગળ ઝૂકી જાય છે,

પોતાની જિંદગી આરામથી જીવવા જે પૈસા કમાતી,
હવે એણે કોઈનું ઘર સંભાળી લીધું છે,
અને પછી પૈસા કરતા આપી દીધું છે મહત્વ પરિવારને!

#સ્ત્રીજીવન

મૈત્રી બારભૈયા

Read More

કોણ છે આ લેખક?

જે ખુશીમાં હર્ષને ટાંકે છે કાગળ પર,
અને ઉદાસી પણ જેમની ઉતરી જતી કાગળ પર,
તે છે આ લેખક,

પ્રેમ પણ જેમનો વ્યક્ત થઈ જતો,
અને સર્વોચ્ચ પીડા બધી આલેખાય જતી કાગળ પર,
એ છે આ લેખક,

એ હાસ્ય પણ ઉત્પન્ન કરીને,
હસાવી જાય છે,
અને ક્યારેક જેમના શબ્દો રડાવી જાય,
એ છે આ લેખક,

વ્યક્ત જેમની થઈ જતી લાગણીઓ,
અને લખીને બધી હતાશા,
થઈ જતાં હળવા મનથી,
એ છે આ લેખક,

નિરાશાને આશાનો શ્રૃંગાર કરી શકે,
અને ક્રોધ પણ જેમનો શમી જતો કલમ અને કાગળથી,
એ છે આ લેખક!

કહે છે હવે સૌ કોઈ કે છે ગળાકાપ હરીફાઈ,
કહો એમને જરા કે પકડી કલમ હવે જરા કવિ બની જોવે,

વિચારો વ્યક્ત કરવામાં કે મનોભાવ અભિવ્યક્ત કરવામાં ક્યાં હરિફાઈ થશે,
ત્યાં તો બસ મંચ પર ને મહેફિલમાં મુક્તપણે વિહરવાનુ હોય છે,

થયા છે જે સાહિત્ય જગતમાં સિરમોર કવિઓ, તેમને શું કદી આવી ગળાકાપ હરીફાઈ નડી હશે?
એમણે તો ફક્ત કાગળ પર મનોભાવ જ કલમથી ખુલ્લા મૂક્યા હશે ને?

#વિશ્વકવિતાદિન

મૈત્રી બારભૈયા

Read More

નવા નવા દરેક સંબંધમાં સપના બધા સોહામણા હોય છે,
વાત છે આજીવન સંબંધને નિભાવી રાખવાની અને બસ ત્યાં જ થાપ ખાઈ જવાય છે!

-Maitri Barbhaiya

Read More

वो तब भी जगी थी,
वो अब भी जगी है,
तब किसी के लिए जगा करती थी,
अब किसी के वजह से जगा करती है!

-Maitri Barbhaiya