કેમ છો મિત્રો....। હું મનિષ અણઘણ, આમ તો હું કોમર્સ નો વિધાર્થી છું પરંતુ મને કળા અને સાહિત્યમાં રુચિ વધારે છે. વાંચન મારો શોખ છે. અને એ શોખમાથી ક્યારેક કોઇ કોઇ વાંચનના વિચારોનો પડઘો શબ્દોરૂપે લખી લઉ છું. Call- 9426617392

હે ભવિષ્ય.....મજબુતીથી પકડ.. ફરી અંધકાર સાદ દે છે. સમય સાથે ઉભો થતા.. નસીબ જોરથી પાટું મારે છે.

It’s true

મૃગજળ બની ગઈ તરસ તમારી ને,
પરસેવાએ હવે રણમાં વહેતા શીખી લીધું ,

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો,
અમે મૃગજળમાં પલળતા શીખી લીધું,

Read More

તારા શબ્દો પણ મારે મન
"ગણિતના પ્રમેય જેવા..

પક્ષ પણ તુ..
સાધ્ય પણ તુ..
અને સાબિતી પણ તુ...

અને હું ગોથા ખાતો ઠોઠ નિશાળીયો.

Read More

તુ એટલે.....
ચાલુ પરીક્ષામાં પણ જેની
વાત યાદ આવી જાય અને
બોલપેન દાંતની વચ્ચે ચવાય
જાય એવુ નખરાંળુ સ્મિત......

પંચ મહાભૂતો અને તેનું મનુષ્યનાં જીવનમાં મહત્વ

Very interesting book
God blessed you
https://www.matrubharti.com/book/8517/

તમારી આંખોની ચૂંટણી પ્રક્રિયામાં હું વર્ષોથી અડીખમ ઊભેલો નોટા નો ઉમેદવાર છું,

પ્રચાર જરા પણ નઈ કરું, છે ખબર એને આચારસહિંતા પાળનાર છું..

Read More

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક ...

નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું,

એ ઘટનાને કોઇ કહી દેશે મૃત્યુ ...

અલગ થઇ જતી મારી કાયા અને હું...!

Read More