Quotes by Mukesh Pandya in Bitesapp read free

Mukesh Pandya

Mukesh Pandya Matrubharti Verified

@mukeshpandya17gmailc
(20.8k)

वक्त ने की रूसवाई वनाॅ आज तुम मेरी तस्वीर के करीब होती ।

અમે તો આવા જ છૈએ............   તમે ભલે અમને બોલાવો કે ન બોલાવો  ભલે તમે અમારી પાસે આવો કે ના આવો... પણ અમે તમારી જરાપણ દરકાર ન કરીએ કેમકે...અમે તો આવા જ છૈએ. તમે ભલે ગમે તેટલા પ્રેમથી બોલાવો તમે ભલે અમને વ્હાલથી ગળે લગાવો તો પણ અમે તો તમારી સામે પણ ન જોઇએ કેમકે...અમે તો આવા જ છૈએ. અમારી હાજરી થી તમે થઇ જાઓ છો હર્યા-ભર્યા, તોય ના અમે તમારા કામના કે વખાણને લાયક ઠર્યા, તમે અમને પ્રેમથી બોલાવો તો પણ તમારી પાસે ન આવીએ કેમકે..અમે તો આવા જ છૈએ. ઘરમાં અને બાહર વાગે હાક અમારી, અને ચાલે ફકત વાત અમારી, અમે રડીએ અને તમને રડાવીએ,હસીએ અને પેટ ભરી હસાવીએ, તમને ગમે કે ન ગમે, અમારી દરેક વાત મનાવીએ કેમકે...અમે તો આવા જ છૈએ. દરરોજ રમો છો તમે અમારી સાથે ગમે ત્યારે અને જયારે ફાવે,  ભરી લો છો બાથમાં, કરી લો છો પપ્પી જેટલી તમને મન ફાવે પણ અમને પટાવવા કે ફોસલાવવા નથી કોઇ બચ્ચાની રમત કેમકે..અમે તો આવા જ છૈએ. ન કરીએ ચિંતા ભોજનની, અમને ના કપડાની છે ચિંતા, ભલે ફટેહાલ રહીએ અમે,ના નડે અમને લાજ-શરમ મર્યાદા, રહીએ મસ્તહાલ અમે, તમને ભાવ જરાપણ ના દઇએ કેમકે..અમે તો આવાજ છૈ એ. લલચાવો,પટાવો, ધમકાવો કે ડરાવો અમે ના ડરીએ, સમજ,શીખ કે વાત તમારી એક પણ ના કાને ધરીએ, એક ક્ષણ માંજ તમને પટાવી ધાર્યુ અમારૂ કરીએ કેમકે..અમે તો આવા જ છૈએ. જોઇ હશે દુનિયા તમે,અને હશે તમે જોઇ અનેક દિવાળીઓ, મિટાવી હશે તમે સ્ત્રીહઠ અને હશે ઝુકાવી તમે રાજહઠ,  પણ હારી જશો સામે અમારી તમે કેમકે અમારી તો બાળહઠ. हवे કહો તમે કે ,અમેતો આવા જ છૈએ...........                      જીવનનો અત્યંત નિર્મળ,નિર્ભેળ,નિર્દોષ અને મોંધેરો આનંદ મને મળ્યો અને મળી રહ્યો છે,મારા બે પૌત્રો પાસેથી, જે મારી ઉંમરના પ્રત્યેક લોકોને મળ્યો હશે...તેમની સાથેના અનુભવોનું શબ્દરૂપાંતરણ પૌત્રો હ્રિદાન અને અથર્વને અને તેમના પિતા-માતાને સમર્પિત.

Read More

અમે તો આવા જ છૈએ............  

તમે ભલે અમને બોલાવો કે ન બોલાવો 

ભલે તમે અમારી પાસે આવો કે ના આવો...

પણ અમે તમારી જરાપણ દરકાર ન કરીએ કેમકે...અમે તો આવા જ છૈએ.

તમે ભલે ગમે તેટલા પ્રેમથી બોલાવો

તમે ભલે અમને વ્હાલથી ગળે લગાવો તો પણ

અમે તો તમારી સામે પણ ન જોઇએ કેમકે...અમે તો આવા જ છૈએ.

અમારી હાજરી થી તમે થઇ જાઓ છો હર્યા-ભર્યા,

તોય ના અમે તમારા કામના કે વખાણને લાયક ઠર્યા,

તમે અમને પ્રેમથી બોલાવો તો પણ તમારી પાસે ન આવીએ કેમકે..અમે તો આવા જ છૈએ.

ઘરમાં અને બાહર વાગે હાક અમારી, અને ચાલે ફકત વાત અમારી,

અમે રડીએ અને તમને રડાવીએ,હસીએ અને પેટ ભરી હસાવીએ,

તમને ગમે કે ન ગમે, અમારી દરેક વાત મનાવીએ કેમકે...અમે તો આવા જ છૈએ.

દરરોજ રમો છો તમે અમારી સાથે ગમે ત્યારે અને જયારે ફાવે, 

ભરી લો છો બાથમાં, કરી લો છો પપ્પી જેટલી તમને મન ફાવે

પણ અમને પટાવવા કે ફોસલાવવા નથી કોઇ બચ્ચાની રમત કેમકે..અમે તો આવા જ છૈએ.

ન કરીએ ચિંતા ભોજનની, અમને ના કપડાની છે ચિંતા,

ભલે ફટેહાલ રહીએ અમે,ના નડે અમને લાજ-શરમ મર્યાદા,

રહીએ મસ્તહાલ અમે, તમને ભાવ જરાપણ ના દઇએ કેમકે..અમે તો આવાજ છૈ એ.

લલચાવો,પટાવો, ધમકાવો કે ડરાવો અમે ના ડરીએ,

સમજ,શીખ કે વાત તમારી એક પણ ના કાને ધરીએ,

એક ક્ષણ માંજ તમને પટાવી ધાર્યુ અમારૂ કરીએ કેમકે..અમે તો આવા જ છૈએ.

જોઇ હશે દુનિયા તમે,અને હશે તમે જોઇ અનેક દિવાળીઓ,

મિટાવી હશે તમે સ્ત્રીહઠ અને હશે ઝુકાવી તમે રાજહઠ, 

પણ હારી જશો સામે અમારી તમે કેમકે અમારી તો બાળહઠ.

हवे કહો તમે કે ,અમેતો આવા જ છૈએ................                      જીવનનો અત્યંત નિર્મળ,નિર્ભેળ,નિર્દોષ અને મોંધેરો આનંદ મને મળ્યો અને મળી રહ્યો છે,મારા બે પૌત્રો પાસેથી, જે મારી ઉંમરના પ્રત્યેક લોકોને મળ્યો હશે...તેમની સાથેના અનુભવોનું શબ્દરૂપાંતરણ પૌત્રો હ્રિદાન અને અથર્વને અને તેમના પિતા-માતાને સમર્પિત.

Read More