आप ओर आप कि यादे हमे लिखने को मजबूर कर देती है

વરસે જ્યાં પત્રી નો વરસાદ
જીલે ભક્ત ભક્તિ નો પ્રસાદ

ઉભી રહે આઈ સાંભળીને સાદ
મનથી કરે જે આશાપુરાને યાદ

ભક્ત જે આશાપુરા શરણે જાય
માનેલી માનતા સઘળી પુરી થાય

સંતાન માંગે ને પારણાં બંધાઈ જાય
સુખ સમૃદ્ધિના બારણાં ખુલી જાય

જે નર મા આશાપુરાના ચરણે જાય
કહે નર એના દુઃખો ઝરણે વહી જાય

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા

Read More

મહેંદીનો રંગ હોય તો ઉતરે,
આ તો રંગ પ્રિતનો કેમ ઉતરે .

વિતે વર્ષો વિરહના તેમ નિખરે
પ્રિત એવી ચડી ઊભી શિખરે.

ભક્તને ભગવાનની પ્રાપ્તિની પ્રિત
પ્રિયતમને પ્રિયતમાને પામવાની પ્રિત

ભલે ને જગતની હોય જુદી જુદી રીત
સહુને લાગે વહાલી જગમાં પ્રિતની રીત.
નારાણજી જાડેજા
નર

Read More

*નદી*
કલકલ કલકલ ગીતો ગાતી
હું વહેતી સરિતા છું
આપ્યા તમને નવ જીવન
હું વહેતી સંજીવની કહેવાઉં છું
ખીલ્યાં ખેતરો તમારા જેનાથી
હું વહેતી અન્નપૂર્ણા છું
ધોયા તમારા ઘણા પાપ
ગંગા યમુના તો ક્યાંક રેવા પૂજાઉ છું
નાખી ગંદકી કરી દુર્દશા મારી
હવે વહેતી ગંદકી છું
માતા નો દરજ્જો‌ દીધો ને
હવે કચરાનું વહન કરતા રિબાઉ છું
હૈ નર એક કિનારે આરતી થાતી
બિજે કૂડા ઢહુ છું
હું દુખીયારી હું પીડાતી વહેતી વેદનાં કોને કહું છું.

નારાણજી જાડેજા

નર

Read More

*શુભ સવાર*

ભાદરવા સુદ નવમી ને ચંદ્રની રાશિ ધનુ હતી,
સૂર્ય નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ને વૈદિક ઋતુ વર્ષા હતી,

આવતી મહેંક માટીની ને રવિવારની સવાર હતી,
નિકળ્યો ચાલવા ને રસ્તે વનરાજીની લીલી વાટ હતી,

વાળે લતાઓ અને લતાઓ પર ફુલોની ભરમાર હતી,
મીઠાં મોરલાના ટહુકાર ને કોયલની કર્ણ પ્રિય કુક હતી,

ગુંજન કરતા ભમરાને તુમરાઓની પ્રભાત ફેરી હતી,
ધરતીની લીલી ચાદરમાં તારા મઢેલી ઝાકળ હતી,

ખપાટ, અશ્વગંધા, ધતુરા ,ગોખરુને બહુફળી હતી,
આયુર્વેદ ઔષધિની કુદરત ખોળે ક્યાં કમી હતી,

ઉપર ઘેરાયેલા આકાશ નીચે શોભતી ધરતી હતી,
નર આ તો શહેરમાં પણ ગામડા જેવી સવાર હતી.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા કચ્છ

Read More

*શબ્દ શણગાર પ્રતિયોગિતામાં કૃતિ મોકલવાની ફોર્મેટ.*

*પ્રતિયોગિતા ક્રમાંક:* ૪૩
*નામ / ઉપનામ:* નારાણજી જાડેજા *"નર"*
*ગામ:* ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ.
*વિષય:* પુસ્તક
*પ્રકાર:* અછાંદસ પદ્ય
*શબ્દ સંખ્યા:*૧૧૧
*શીર્ષક:* પુસ્તકનાં પાને પાને

વેદો, ઉપનિષદોનાં ગ્રંથ લખ્યાં પુસ્તકનાં પાને પાને,
વાલ્મીકિજી લખે પ્રભુ રામનું જીવન પાને પાને,

રચાયું મહાકાવ્ય રામાયણનુ ગ્રંથ પાને પાને,
વેદ વ્યાસજી કહે શ્રીગણેશજી લખે પાને પાને,

રચાયું ધર્મ યુદ્ધનું મહાન ગ્રંથ મહાભારત પાને પાને,
શ્રીકૃષ્ણ ઉપદેશ કહે પાર્થને હનુમાનજી કરે હુંકાર પાને પાને,

રચાયું ભગવદ્ ગીતાનું જ્ઞાન પુસ્તકોનાં પાને પાને,
રચ્યાં જીવન ચરિત્રો ઋષિઓ મુનીઓ દ્વારા પાને પાને,

અઢાર પુરાણોનાં બ્રહ્મ તત્વી રહસ્યો સમાયા પાને પાને,
સંતો-મહંતો લખી ગયા હરિ નામનાં ગુણગાન પાને પાને,

વીર શહીદોની વાણી લખાણી પુસ્તકોનાં પાને પાને,
વહે સરિતા મા સરસ્વતીનાં સંગીતની પુસ્તકોનાં પાને પાને,

વિજ્ઞાન, ગણિત, જ્યોતિષનાં ભર્યા ભંડાર પાને પાને,
કહે *નર* આ નાના પુસ્તકોમાં શક્તિ બ્રહ્માસ્ત્ર જેવી પાને પાને.


*✍️નામ:* જાડેજા નારણજી વાઘજી
*"નર"*
*આ રચના મારી મૌલિક અને અપ્રકાશિત છે, જેની હું ખાત્રી આપું છું.*

Read More

અંતરની છે લાગણીઓ દબાઈને વેદનાં બની ગાંઠે
ખોલી દો દ્વાર બંધ બાંધના નદી ને વહેવા દો બે કાંઠે
નર

વરસે છે વાદળી પલળે છે નિલેશ ની ટાલ
ગણપતિ લઈ ચાલ્યા જોવો કેવી છે એની ચાલ
ભક્તિ મહિમા ને સંગીતનું છે સુમધુર તાલ

મિત્ર ભેગાં થઈ ગણેશ વિસર્જન કરવા હાલ
કહે નર બીજી બધી વાતુંમા હવે નથી કંઇ માલ
બાપા મોરિયા કરતાં આકાશે ઉડ્યા ગુલાલ.


નારાણજી જાડેજા
નર

Read More

આવ્યો દ્વાર તમારે


આવ્યો દ્વાર તમારે તોરણો બંધાવો રે
આવ્યો દ્વાર તમારે મંડપો સજાવો રે
આવ્યો દ્વાર તમારે ચંદન તિલક કરાવો રે
આવ્યો દ્વાર તમારે ઢોલ નગારાં વગાડો રે
આવ્યો દ્વાર તમારે પ્રેમનાં પાટે બેસાડો રે
આવ્યો દ્વાર તમારે મંગલ ગીતો ગાવો રે
આવ્યો દ્વાર તમારે અંતરની આરતી ઉતારો રે
આવ્યો દ્વાર તમારે ભાવથી ભોજન કરાવો રે
આવ્યો દ્વાર તમારે મીઠા મુખવાસ જમાડો રે
આવ્યો દ્વાર તમારે નર કહે પધારો રે
દુઃખ હરો સુખ સમૃદ્ધિ ના તમે દાતા રે
મંગળવાર ને મંગલમૂર્તિ તમે આવો રે

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા

Read More

ઉકળતું રહ્યું હૈયું ને તમે વાદળ બની આકાશે જઈ સમાણી
પ્રણય અમારો લાવશે તાણી તમને બનાવી વરસાદનું પાણી

નર

Read More

નમો નરેન્દ્ર મોદીજી

દેશનો સોળે કળાઓ ના સૂરજ ઊગ્યા
માતા હિરાબા ને ત્યાં નરેન્દ્ર મોદીજી જન્મ્યાં

વડનગરમાં દુખડા દીઠાં ઘણા રે બાળપણમાં
સુખ સાચું એમને લાગ્યું દેશ ભારતની સેવામાં.

નમે નહીં એ ભલભલા દુશ્મનો ના ચરણોમાં
ખંડિત થયેલાં મંદિર બનાવ્યા વસે રામના ચરણોમાં.

નમન એ શુરવીર ને જેમણે ભાઈ ચોરો ફેલાવ્યો જગતમાં.
કહે નર વતન પ્રેમ એમના વહે છે રઘ રઘમા.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ

Read More