The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાંચતાં વાંચતાં અટકી જાય છે નજરની સફર સદાય આવીને ત્યાં... પુસ્તકમાં અમસ્તો જ આવે છે એક ગમતીલા નામનો પડાવ જયાં... -નીલકંઠ
એકાએક કવિતા સાંભળવાની જીદ સાથે તું મારી સામે બેસી જાય છે ત્યારે, વિખેરાયેલી પંક્તિઓને કવિતામાં સમેટવાનો અમસ્તો પ્રયાસ હું કરતો નથી.. એ ક્ષણે બસ તું જ મારા હોઠે હોય છે! મારી એકાક્ષરી કવિતા એટલે "તું"... -નીલકંઠ
અધૂરપ... એક આશ સાથે તને મોકલેલી, કેટલીય કવિતાઓની અથાગ મહેનત બાદ જ્યારે, તું મળવા આવે છે ત્યારે, શિશિરની આ શીત સાંજ, ઓસની જેમ ક્ષણિકતાનો ગુણ આત્મસાત કરી લે છે! -નીલકંઠ #afteralongtime
..તું આવે તો.. આ ઝડપથી પસાર થતી સાંજને મનગમતો વિસામો મળશે! આ સતત સ્મર્યા કરવાથી મનગમતી આઝાદી મળશે! આ અમાપ તીક્ષ્ણ ઝંખનાઓને ઋજુતાનો આકાર મળશે! આ વિખેરાતા જતાં શબ્દોને કવિતાનો આકાર મળશે! -નીલકંઠ
તું માને તો... તું માને તો વાત બહુ સાદી.. જાણે રણને, તરસ ગુલાબની! તું માને તો વાત બહુ સાદી.. જાણે વેરાન કિનારાને, મહેચ્છા મૃદુ એક લહેરની! તું માને તો વાત બહુ સાદી.. જાણે અપર્ણ કોઈ વૃક્ષને, ઝંખના એક મીઠા ટહૂકાની! તું માને તો વાત બહુ સાદી.. જાણે દિવસભર ધગધગતા સૂર્યને, અપેક્ષા સજળ એક સાંજની! -નીલકંઠ
બહુ સાચવીને રાખેલી કેટલીક અવ્યક્ત લાગણીઓ, આજ ભેળવી છે ગુલાલ સાથે.. સમજી શકે જો તું હવે, આ શ્વેત-શ્યામ જીવન, છલકાઈ જશે અનેકવિધ રંગોથી..! -નીલકંઠ
દિવસભર બંધ મુઠ્ઠીમાં રહ્યો છું, થાય એ હથેળી એક ઝંખના સાથે, સાંજ પડે ને! સવારે પાછી ખીલી ઊઠશે કોઈ તાજા ફૂલ માફક, કરમાય લાગણી એક મહેચ્છા સાથે, સાંજ પડે ને! જીવનના અણધાર્યા વળાંકોને અવગણી, અચરજ ભરેલી આંખો તાકતી રહે મનગમતી ક્ષણોની કેડીને, સાંજ પડે ને! કિંમતી ભૂતકાળ સમા છૂપાવેલાં અશ્રુઓ, ઝળહળી ઊઠે ક્ષિતિજે આથમતા સૂર્ય માફક, સાંજ પડે ને! -નીલકંઠ
ચાલને ફરીથી મળીએ એક કપ ચાને બહાને.. ચાની ચાહ ન હતી, બસ એકમેકની રાહ હતી.. થતા એક ચા માંથી બે ભાગ અને પ્રેમ છલકાતો.. ચાલને વર્ષોના અબોલાને ચાની વરાળ સાથે અદ્રશ્ય કરી દઈએ, ચાલને જીવનભરની હતાશા અને ગુસ્સાને ચાની ચૂસકી સાથે ઉતારી દઈએ, ચાલને એજ સાંજને ફરીથી જીવંત કરીએ, ડૂબતા સૂર્ય સામે ફરીથી હાથમાં હાથ પરોવી એકમેકમાં ડૂબી જઈએ.. છીએ ભલેને આપણે જોજનો દૂર એકમેકથી પરંતુ, ચાલને ફરીથી મળીએ એક કપ ચાને બહાને.. -નીલકંઠ
વર્લ્ડ સ્પેસ વીકની શરૂઆત થઈ ગઈ છે જે દર વર્ષે ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે, આ વીકને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૬ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ એક ઉત્સવ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું! આ તારીખોની વચ્ચે સ્પેસ વીક મનાવવાનું પણ એક કારણ છે! ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ "સ્પુતનિક-૧"નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું જ્યારે ૧૦ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ બાહ્ય અંતરિક્ષ સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં! આ સપ્તાહને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોથી માંડીને દરેક વ્યક્તિને સ્પેસ રિસર્ચ, સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડવાનો છે અને જાગરૂકતા ફેલાવવાનો અને વિજ્ઞાનની ઉપલબ્ધિઓને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે! આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે, આકાશ દર્શન, વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવા, વિવિધ ટોપિક ઉપર વ્યાખ્યાનો યોજવા વગેરે.. ઓક્ટોબર મહિનો ખગોળ વિજ્ઞાનીઓ માટે અને જેઓને ખગોળ વિજ્ઞાનમાં રસ છે તેઓ માટે ખાસ છે! આ મહિના દરમિયાન આકાશમાં રાત્રે બે ગ્રહો જોવા મળશે જેમાં પૂર્વ દિશા તરફ ગુરુ(જ્યુપિટર) જે વધુ તેજસ્વી દેખાશે જ્યારે દક્ષિણ દિશા તરફ શનિ ગ્રહ જે ઓછો તેજસ્વી દેખાશે! જ્યારે ૧૪ ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ અને ૨૮ ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ જોવા મળશે! -નીલકંઠ
...કવિતા લખવાનું કારણ.. જ્યારે કવિતાની પંક્તિઓમાં શબ્દો સાથે તારાપણું ભળે છે ત્યારે.. હોય ભલેને જોજનો દૂર તું મારાથી, પરંતુ આ ઢળતી સાંજે કવિતાએ તને મારી પાસે બેસાડી છે... -નીલકંઠ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser