Hey, I am reading on Matrubharti!

એક દુઃખ છે કે એનાથી દૂર થઈ રહ્યો છું,
ને બીજું એ કે એના દ્વારા થઈ રહ્યો છું,
પ્રેમમાં આથી મોટી પડોજણ શું હોઈ શકે?
રમે છે લાગણીઓ સંતાકૂકડી
ને ભરબજારે બદનામ હું થઈ રહ્યો છું.

દબાવીને બેઠો છું ભીતરમાં ભયંકર દાવાનળ,
દાઝુ છું હૈયે એટલે જ તરફડી રહ્યો છું,
મારો નઈ ફૂંક હૂંફની...જરાય જરૂર નથી,
સાચવીને રાખેલા આંસુથી,અસરદાર થઈ રહ્યો છું.

ફરી એકવાર ઝીંદગી બૂમરેંગ સાબિત થઈ,
જ્યાંથી નીકળ્યો તો,ત્યાં જ પાછો ફરી રહ્યો છું,
કૃષ્ણને અનુસરવું,થઈ રહ્યું છે વિકટ હવે,
ગોકુળ અને રાધા છુટતા નથી એકતરફ,
ને બીજી તરફ ધર્મયુદ્ધ લડી રહ્યો છું.

- નિર્મિત ઠક્કર

Read More

પુરતો છે એક સ્પર્શ માત્ર,
મારી જીવનભરની જીવંતતા માટે,
તો આપી જા ને...
તારા સ્પર્શની સંજીવની,
જે કરે સજીવન મુજને ફક્ત તારા માટે,

રોજ મનનો દરિયો પાઠવે છે સંદેશો
આંખોના કિનારે આવતી લહેરોની સાથે
કે બસ પૂરો થવામાં જ છે મારો ઇંતેજાર
એ સ્પર્શનો...જ્યાં મારામાં પ્રાણ પુરાય
જ્યમ રામ અડે...ને પત્થર અહલ્યા થાય.

Read More

એવાય મોસમ જોયા છે..
ખુબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે.

સમય ચાલ્યો જાય પૂરપાટ સડસડાટ
તોય હું ત્યાંની ત્યાંજ...અટકેલી
મારી અનુભુતિ સાથે...

કરે છે હાથ પરની કરચલીઓ બબડાટ
તોય હું ત્યાંની ત્યાંજ...ચૂપચાપ
મારી અનુભુતી સાથે

થઈ રહ્યું છે ઘમાસાણ હૃદય મહી ભયંકર
તોય હું ત્યાંની ત્યાંજ...અચેતન
મારી અનુભુતી સાથે

ફર્યા કરુ છું ઘડિયાળના કાંટા જ્યમ નિરંતર
તોય હું ત્યાંની ત્યાંજ...પહોંચેલી
મારી અનુભૂતિની સાથે

ઘણું જીવી જગનાં ઇશારે સરેઆમ સંસારમાં
તોય હું ત્યાંની ત્યાંજ...એકલી
મારી અનુભુતિ સાથે

Read More

હજારો વિચારોનું ઘોડાપુર જાણે
નીકળે ફરવા મનમાં દુર દુર જાણે
સ્પર્શસુખે ખીલી ઊઠે લજામણી જાણે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
હૃદય બિચારું મારે તરફડીયા ત્યારે
જ્યારે હોય હથેળીઓના મૃદુ પોલાણે
હતી તું પણ પ્રસ્વેદબિંદુથી તરબતર
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
બે વત્તા બે બરાબર ચાર પ્રમાણે
હોઠનો સ્પર્શ હોઠને સંગ્રામ કરાવે
વીંધાય સર્વસ્વ ઉચ્ચારોનાં પ્રભાવે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
સ્મરું એ સ્પર્શને મુગ્ધ એકાંતે
રચું મહાકાવ્ય બસ તારા કાજે
આવે સુગંધ મુજમાં જે હોય તારા અંગે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
- નિર્મિત ઠક્કર

Read More

ચઢ્યો છે રંગ તારા પ્રેમનો એટલો અસરદાર પ્રિયે
કે રંગ દરેક લાગે છે બેરંગ તારા સંગ પછી

રમી લઉં છું હોળી તારી સાથે,કઈક એ રીતે કાયમ
થઈ જાઉ છું ગુલાબી આખો,બસ તને યાદ કર્યા પછી

- નિર્મિત ઠક્કર

Read More

પ્રેમ,વ્યથા,એકાંત,યાદ અને લાગણીની છોળો,
હૃદયે સંઘરેલું એ બધુંય,બહાર આવવા મથે છે
ચૂપ કરવા એમને હું,ખોંખારો ખાઉં જરા જોરથી,
ત્યાં લોકો ખાંસી મટાડવા મથે છે....

જરૂરી તો નથી કે કહી દઉં બધુંય વિસ્તારપૂર્વક,
વાત શરૂ કરો તો વાર્તા,આખી સાંભળવા મથે છે
આદત છે મને, સમાવી લેવાની સઘળું આંખોમાં
વાંચી ન શકે તો,લોકો આદત બદલવા મથે છે...

વહેચાય છે ભર બજારે ઝેર,ગોળની ગાંગડી વચ્ચે,
પ્રેમના નામે રોકે સૌ,ને પોતે પાંગરવા મથે છે
ફોલી ખાય છે અંદર લગી,ફૂંક મારી મુશકની જેમ
આંગળી આપો તો,લોકો પહોંચું પકડવા મથે છે...

- નિર્મિત ઠક્કર

Read More

એક તારું સ્મિત
ને એક આદુ સભર ચા નો ઘૂંટ
સક્ષમ છે બંને
પ્રણયહૂંફ પ્રસરાવવા માટે
- નિર્મિત ઠક્કર

જીતવા તારો પ્રેમ
ઉમેદવારી નોંધાવી છે મેં
પ્રણયતંત્રની ચુંટણીમાં
સ્નેહ,સમર્પણ અને સંગાથના
ચુંટણી ઢંઢેરા સાથે
- નિર્મિત ઠક્કર

Read More

ચંદ્ર પૂનમનો કહું છું તને
તેજ સાબિતી છે કે
સ્વીકારી છે તને સંપુર્ણ
તારા બધા દાગ સહિત
- નિર્મિત ઠક્કર