Quotes by Pandya Ravi in Bitesapp read free

Pandya Ravi

Pandya Ravi Matrubharti Verified

@pandyaravi540gmail.com
(1.3k)

*મહારાણી દુર્ગાવતી*
પુણ્યતિથિ : ૨૪ જૂન ૧૫૬૪🌸

🔹️જન્મ : કાલિંજર દુર્ગ.
🔹️ગઢા સામ્રાજ્ય-ગોંડવાના મહારાણી.
🔹️કાલિન્જરના રાજા કીર્તિવર્મન દ્વિતીય ચંદેલના પુત્રી.
🔹️ગઢા સામ્રાજ્યના રાજકુંવર દલપતશાહના ધર્મપત્ની.
🔹️પતિદેવ દલપતશાહના મૃત્યુ બાદ તેઓશ્રીએ સામ્રાજ્યનું શાસન સારી રીતે સંભાળેલ.
🔹️તેઓશ્રીએ ત્રણ વાર મુગલ સેનાને પરાસ્ત કરેલ.
🔹️ઘોડાની લગામને દાંતોથી પકડી, બે હાથે યુદ્ધ કરવાનું કૌશલ્ય તેઓશ્રીમાં હતું.
🔹️યુદ્ધમાં આત્મસમર્પણ ન કરી, પોતાના હાથે પોતાના પ્રાણ ત્યાગનાર વિરાંગના એટલે મહારાણી દુર્ગાવતી.

_दुर्गावती जब रण में निकली,_
_हाथों में थी तलवारें दो।_
_धरती कांपी आकाश हिला,_
_जब चलने लगीं तलवारें दो।।_

રણમેદાનમાં મુગલો સેનાના છક્કા છોડાવનાર અદમ્ય સાહસ, પરાક્રમ, શૌર્યના પ્રતીક મહારાણી દુર્ગાવતીને સાદરાંજલિ-ભાવાંજલિ.

ભારતીય સંસ્કૃતિમાં પ્રારંભથી જ મહિલાનું સ્થાન દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું છે.
●દેવી તરીકે પૂજનીય સ્થાન પામનાર...મહિલા.
●વેદની ઋચાઓ લખનાર....મહિલા.
●તત્ત્વજ્ઞાનની મિમાંસા કરનાર...મહિલા.
●સુશાસન ચલાવનાર...મહિલા.
●જ્ઞાન-વિજ્ઞાનમાં અગ્રેસર...મહિલા.

🌸 *માતૃદેવો ભવ, નારી તું નારાયણી, માતા પ્રથમ ગુરુ*🌸...આ ભારતની સંસ્કૃતિ છે.

શું અન્ય દેશોની સંસ્કૃતિમાં પ્રારંભથી મહિલાઓને આ ગરિમા પ્રાપ્ત થયેલ❓
#રાષ્ટ્રીય_વિમર્શ

*ભારતીય મહિલાઓના જીવનને જાણવા...* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Read More

આ વરસાદી ઋતુમાં એક અજીબ આકર્ષણ છે! તમારી ઈચ્છા વિરુદ્ધ પણ કોઈ તમને ઊંડે સુધી યાદ કરે છે!

*ડૉ. કેશવ બલિરામ હેડગેવાર*
●ઉપાખ્ય : ડૉ.સાહેબ
●પુણ્યતિથિ : ૨૧ જૂન ૧૯૪૦


●જન્મ : નાગપુર-મહારાષ્ટ્ર
●પિતા : બલિરામ પંત
●માતા : રેવતીભાઈ
🔸️બાલ્યકાળમાં જ માતા-પિતાનું દેહાવસાન થાય છે. તેઓશ્રી દારુણ ગરીબીમાં જીવન વ્યતિત કરે છે.
🔸️બાલ્યકાળથી જ રાષ્ટ્રભક્ત. શાળામાં અંગ્રેજ ઈન્સ્પેક્ટરનું સ્વાગત *વંદે માતરમ્* થી કરવું તેની યોજના બનાવી, તેનું નેતૃત્વ કરી યોજના સફળ બનાવે છે. તેમને શાળામાંથી દૂર થવું પડે છે.
🔸️રાષ્ટ્રીય વિચારોને લઈ કાર્ય કરતા લોકો દ્વારા ચાલતી રાષ્ટ્રીય શાળામાં આગળનો અભ્યાસ પૂર્ણ કરે છે.
🔸️કોલકત્તામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે છે.
🔸️કલકત્તામાં *ક્રાંતિકારીઓ* સાથે કામ કરે છે અને *અનુશીલન સમિતિ* માં મોખરાનું સ્થાન પામે છે.
🔸️તેઓશ્રી ડૉક્ટર બને છે, પણ ડૉક્ટરી ન કરતાં, રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરે છે.
🔸️તેઓશ્રી *કોંગ્રેસ* ના વિદર્ભ પ્રાંતના સચિવ પણ હતા. વર્ષ ૧૯૨૧માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં *'પૂર્ણ સ્વતંત્રતા'* નો પ્રસ્તાવ સર્વપ્રથમ તેમણે રાખેલ.
🔸️ *શ્રી વિજયાદશમી - વર્ષ ૧૯૨૫* માં તેઓશ્રી *રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-RSS* ની સ્થાપના કરે છે.
🔸️તેઓશ્રી આદ્યસરસંઘચાલકની જવાબદારી નિભાવી સંઘ સ્થાપનાના માત્ર ૧૫ વર્ષમાં જ RSSને *અખિલ ભારતીય* રૂપ આપી શક્યા હતા.
🔸️RSSના સ્વયંસેવકોએ ભારત-પાકિસ્તાન, ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાને સહયોગ કરેલ.
🔸️RSSના સ્વયંસેવકો પ્રાકૃતિક કે માનવ સર્જિત આફતમાં અગ્રિમ પંક્તિમાં સેવાકાર્ય કરતાં જોવા મળે છે.
🔸️ *સામાજીક - સાંસ્કૃતિક - પારિવારિક - સ્વયંસેવી સંગઠન RSS* --- *૧૦૦ વર્ષ* પૂરા કરવા જઈ રહ્યું છે.
🔸️રાષ્ટ્રીય વિચારોને કરોડો લોકોમાં જાગૃત કરી અને પ્રવૃત્ત કરી, પોતાના જીવનને પ્રસિદ્ધિથી દૂર રાખનાર રાષ્ટ્ર સમર્પિત મહામાનવ ડૉ. હેડગેવારને સાદરાંજલી~પુષ્પાંજલિ.🌸🙏

ડૉ.હેડગેવારના વિચારો જાણીએ....
૧. *हम बस यही चाहते हैं कि हमारा पवित्र हिन्दू धर्म तथा हमारी प्रिय हिन्दू संस्कृति संसार में गौरव के साथ चिर जीवन प्राप्त करे। किन्तु हमारा धर्म तथा संस्कृति कितनी श्रेष्ठ क्यों न हो, जब तक उनकी रक्षा के लिए हमारे पास आवश्यक शक्ति नही है, उनका कुछ भी महत्व नहीं।*
૨. *હિન્દુઓમાં પરસ્પર પ્રેમ તથા રાષ્ટ્રની દ્રષ્ટિથી વૈભવના શિખર પર આરૂઢ થવાની મહત્ત્વકાંક્ષા ઉત્પન્ન કરવી જ રાષ્ટ્રોત્થાનનો વિધાયક તેમજ સ્થાયી માર્ગ છે..*

#રાષ્ટ્રીય_વિમર્શ

*વ્યક્તિ વિશેષ વિશે જાણવા.....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Read More

*હિન્દુ સામ્રાજ્ય દિન*🚩🚩🚩
જેઠ સુદ તેરસ
વર્ષ ૧૬૭૪

શિવાજી પોતાની મિત્રમંડળી સાથે ‘સ્વરાજ્ય-મંદિર’ નિર્માણના કાર્યમાં મગ્ન રહેતા હતા. એક દિવસ ઘનઘોર જંગલમાં ફરતાં ફરતાં ત્યાં તેમને શ્રી રોહિડેશ્વર સ્વયંભૂ શિવલિંગના દર્શન થયા. એક દિવસ આખી મિત્રમંડળીને ત્યાં ઉપસ્થિત કરી, ગુરુ વયોયુદ્ધ દાદા કાંડદેવની ઉપસ્થિતિમાં જગત નિયામક ભગવાન શિવની સમક્ષ ૧૩ વર્ષના શિવાજીના નેતૃત્વમાં સૌએ ‘હિંદવી સ્વરાજ’ના સોગંધ લીધા.

ભગવાન રોહિડેશ્વર મહાદેવ સમક્ષ *"હિન્દવી સ્વરાજ્ય"* ના સોગંદ લીધા બાદ
*છત્રપતિ શિવાજી મહારાજ*
સોગંદને પરિપૂર્ણ કરવા,
ધ્યેય આધારિત પૂર્વયોજના બનાવી,
ધર્માધિષ્ઠિત માર્ગે,
*વિવેક-સમજદારી* સાથે *મનોધૈર્ય* જાળવી,
પ્રખર બુદ્ધિમત્તા અને સમ્યક્ જ્ઞાનનો પરિચય આપી,
બળ-શૌર્ય-સાહસ-પરાક્રમ-વીરતા સાથે,
અભિનવ રણનીતિ અપનાવી,
અનુશાસિત સંગઠિત શક્તિના સંગે,
શત્રુની છાતી પર પગ મૂકી,
એક એક શત્રુને પરાજીત કરી,
ક્રમશ: દરેક યોજનાને પૂર્ણ-પરિપૂર્ણ કરી,
વિજય વિશ્વાસ સાથે
અવિરત પ્રયાસરત હતા.
અને.......ઓહ.....!!!
જોત જોતામાં તો....
છત્રપતિ શિવાજી મહારાજે દાદાજી કોંડદેવ,તાનાજી માલુસરે,નિલોજી સોમદેવ,બાજીપ્રભુ, મોરોપંત પિંગળે, મુરારબાજી, ગોપીનાથ પંત, નેતાજી, સૂર્યાજી, પ્રતાપરાય ગુર્જર સહિત સમાજના બધા જ જાતિ-વર્ગના બાંધવો સાથે *હિન્દુ જીવનદર્શન* ને પોષિત-સંવર્ધિત કરી, રાષ્ટ્ર-સંસ્કૃતિ-ધર્મ-સમાજ વિરોધી તાકાતોને પરાસ્ત કરી *આનંદ ભુવન વન સ્વતંત્ર "હિન્દવી સ્વરાજ્ય"*🚩 શક ૧૫૯૬ આનંદનામ સંવત્સર જેઠ સુદ તેરસના દિને નિર્માણ કર્યું હતું અને તેમાં બધા સ્વકીય-પરકીય લોકો તેમજ ધાર્મિક પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ રાજદરબારોમાંથી આવેલ રાજદૂત તેમજ રાજપ્રમુખોએ શિવાજીને વંદન કરી અમૂલ્ય વસ્ત્રાલંકાર અર્પિત કર્યા હતા. આ મહાનુભાવોમાં *અંગ્રેજ હેનરી આક્સિંડેન* પણ હતો.

_*છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિન નિમિત્તે સૌને મંગલમય શુભકામનાઓ.*_


રાષ્ટ્રીય અનિવાર્યતા તેમજ ઐતિહાસિક આવશ્યકતાઓની પૂર્તી હેતુ શિવાજીએ એક નવીન શ્રદ્ધાપીઠની સ્થાપના રાયગઢમાં કરી દીધી.
સંપૂર્ણ હિન્દુસ્થાનનું હૃદય આનંદથી પુલકિત થઈ ગાવા લાગ્યું...
*સિંહાસન પર આજ વિરાજ્યા,*
*છત્રપતિ શિવરાજ,*
*મંગલદિન આ હિન્દુરાષ્ટ્રનો*
*પ્રગટ્યું સ્વર્ણ પ્રભાત.*

*વિજય🚩 છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વમાં સમરસ સંગઠિત હિન્દુ સમાજનો*🕺🏼🚩

#રાષ્ટ્રીય_વિમર્શ
#हिन्दू_साम्राज्य_दिवस

*હિન્દુ સામ્રાજ્ય દિનને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Read More

घटे तो चैन नहीं है बढ़े तो चैन नहीं
हमें लगा है ये क्या रोग कोई पहचाने
~जिगर बरेलवी

બહુ ખાસ તો નથી અમે, ..પણ
અમારા જેવા લોકોય ઓછા છે હોં...

-Pandya Ravi

आपको एक ऐसा मार्गदर्शक ढूंढना चाहिए जिसका पद उस पद के समान हो जिसे आप एक दिन पाना चाहेंगे, या जो पहले उस पद पर काम कर चुका हो जिस पर आप अभी हैं, ताकि आपको भूमिकाओं और जिम्मेदारियों के साथ-साथ भविष्य की संभावनाओं के बारे में भी एक जैसी समझ हो।
source : World Education Services
#Mentor

Read More

આજ રોજ મારે 100 k download પુરા થયા સૌ વાચક મિત્રોને નો આભાર, ખાસ કરીને માતૃભારતી એપ નો આભાર માનું છું કે તેના કારણે મારા 100 k સુધી પહોંચી શકયો.

Read More

તારા હાથે બનેલી કોફી,
પહેલી ચુસ્કી નો સ્વાદ મીઠાશ આપે છે
#coffee

कॉफी की पहली चुस्की के साथ,
और आपके होठों में मेरे होंठ।
#coffee