Quotes by Mitul Prajapati in Bitesapp read free

Mitul Prajapati

Mitul Prajapati

@prabhu1205


જેને પામવા નથી જરૂર કોઈ જાત પાત્રતા,
મન થી મન મળે ને બસ એટલી જ યોગ્યતા,
સાથે હોઈએ ત્યારે ખબર નઈ ક્યાં નીકળે સમય "કુંભાર",
વગર કોઈ સ્વાર્થે બાંધતો સબંધ એટલે મિત્રતા...

Read More

તારા વિચાર એક ક્ષણ માટે પણ હટતા નથી,
તું નજીક છે તો પણ ક્યારેય મળાતું નથી,
નિકળે છે આખો દિવસ એજ વિચાર માં ,
જે લાગણી મારામાં છે શું એ તારામાં નથી??
- કુંભાર

Read More

વેળા મિલન ની કે વિદાય ની એ તે નક્કી કર્યું છે?
આંખે નિકળતા આંશુઓ ને એક બાજુ કર્યા છે?
ન માનેલા મન ને મનાવી ત્યાં ઊભા હતા "કુંભાર",
જે પ્રસંગે મેં તમારા ઉદાસ ચહેરે પણ સ્મિત જોયા છે..

Read More

અઠવાડિયા ની અંતે આવતો એક મજાનો રવિવાર,
નોકરિયાત માટે મોડા ઊઠવું,આરામ અને ખરીદી નો રવિવાર,
છ દિવસની ટિફિનની ગુલામી માંથી મનગમતો જમણવાર એટલે રવિવાર,
ખાસ તો દિલને ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવવાનો રવિવાર..
- કુંભાર

Read More

વરસ્યો અષાઢી મેઘ બની ધરા કેરો મેહમાન,

તરસ્યા નયન અમારા રાહ જોતા તમારી મેહમાન...

- કુંભાર

ખોલી દિલ ના કમાડ, મન માં ભરેલું જતું કરજે,

આ સાંજ તો જો, દુનિયાદારી મેલી મોજ કરજે...

- કુંભાર

ધોધમાર વરસાદ માં કોરો ઊભો છું હું,
તારા વરસવા ની રાહ જોઈ ઊભો છું હું,
વિતાવ્યા છે કેટલાય ચોમાસા અહીં "કુંભાર",
બસ એક નાના માવઠા માટે ઊભો છું હું....
- કુંભાર

Read More

તું આવે તો તને તારો ભાગ આપી દેવો છે,
હૃદય માં આપેલ જગ્યા નો દસ્તાવેજ આપી દેવો છે,
વગર કલમે તે કરેલા સંબંધો ના હસ્તાક્ષર થકી,
તને તારા હક્ક નો અનમોલ પ્રેમ આપી દેવો છે..
- કુંભાર

Read More

સમય તો તમે આપતા નઈ,
પોતાના માટે આપો કે નઈ?
પૂછવું પડે તમે ખાસ છો એટલે,
બાકી ફરક તો તમને કઈ નઈ..
- કુંભાર

તમે બસ અરીસા માં જોઈ તૈયાર થાજો,

એને શબ્દો થી શણગારવાની જવાબદારી મારે માથે નાખજો...
- કુંભાર