Quotes by Priya in Bitesapp read free

Priya

Priya Matrubharti Verified

@priyapatel128
(88.2k)

મુશ્કેલીઓ વચ્ચે પણ હસતા રહી જજો,
આશાના દીપને હંમેશાં જલતા રહી જજો.

ઠોકર મળે તો એને પાઠ સમજી સ્વીકારી લેજો,
દરેક નવા સવેરા સાથે આગળ વધતા રહી જજો.

વાદળ ઘેરાય તો શું? સૂરજ ફરી ઉગશે જ,
વિશ્વાસના આકાશમાં ઊડતા રહી જજો.

મંઝિલ કદી સહેલી નથી મળતી કોઈને,
પરસેવાના મોતીથી સપના સજતા રહી જજો.

સમય ભલે કસોટી કરે વારંવાર તમને,
હિંમતના શ્વાસથી જીવન જીવતા રહી જજો.

'દિલ' એટલું જ કહે છે દરેક સફરના અંતે,
પોતાના વિશ્વાસથી જીતતા રહી જજો.

Read More

હિંમતના પગલાં

થાકી જશો તો થોડું થંભી જજો,
પણ સપનાઓને કદી ન છોડજો.
અંધારી રાત પછી સવાર આવે,
વિશ્વાસથી દરેક ડગલું ભરજો.

પથ્થર મળે તો રસ્તો બનાવજો,
આંધી આવે તો દીવો બચાવજો.
મહેનતના પરસેવે લખાય છે ભાગ્ય,
હિંમતથી જીવનને શણગારજો.

હાર તો ફક્ત એક પાઠ છે,
જીતનો એ જ સાચો સાથ છે.
જે પોતાના પર વિશ્વાસ રાખે,
સફળતા હંમેશાં તેની સાથે છે.

આકાશ જેટલા ઊંચા સપના જોવો,
પગ ધરતી પર મજબૂત રાખજો.
દરેક નવા સૂરજ સાથે ઉઠીને,
તમારું શ્રેષ્ઠ સ્વરૂપ બનતા રહેજો.

Read More

उम्र बीत जाएगी आपकी ये कहते कहते, कि वो कभी कुछ नहीं बताती है।
कभी पास बैठ समझेंगे तो जानेंगे, उसकी ख़ामोशी भी कई कहानियां सुनाती है।

Read More

पारभ से अंत तक,
अंत से अनंत तक।

એ નથી છોડતો મારો હાથ..
અને પકડતો પણ નથી..
પ્રેમથી વાતો તો કરે છે ..
પણ કદાચ પ્રેમ કરતો નથી..
કોઈ બીજા સાથે મને નથી જોવા માગતો ..
પણ પોતાની પાસે બેસાડતો પણ નથી..
ખુશીઓ તો બતાવે છે મને પોતાની..
પણ પોતાના દુઃખ મા હું એને યાદ પણ નથી..
અજાણી તો નથી કરતો મને ..
પણ પોતાની પણ બનાવતો નથી..
મારું દિલ તો લય ને બેસ્યો છે ..
પણ પોતાનું આપવા માગતો નથી..
સંબધ તો જોડવો છે એને મારી સાથે..
પણ નામ આપવા માગતો નથી..

Read More

કોઈ ને ના શોધ તું ખોવાઇ જા ખુદ માં..
જે તારું હશે એ શોધતું આવશે તને...

જે તારું હશે, એ આવે છે રળતાં પગલે,
શોધ્યે નથી મળતું, તે ખુદ આવે છે સઘળે.

ખુદ માં ખોવાઇ જા, ત્યાં છે તારી દુનિયા,
તારા દિલનું સંગીત, ત્યાં જ મલશે મીણિયા.

શોધતું રહેશે જ્યાં સુધી, મળીશું નહીં,
જ્યાં તું ખુદને શોધશે, ત્યાં જ આપણે મળીશું.

Read More

જે નજર માં હું સૌથી સુંદર છું એ નજર છે તું..
દુનિયાથી કંટાળીને યાદ આવે એ ઘર છે તું..

નાનકડી છે, નટખટ છે, મસ્તીથી ભરેલી,
હાસ્ય છે, ખુશી છે, જે જીવનને છે રંગીણી.
બાળક જેવી નિર્દોષ, તેટલી જ મોહક છે,
એ નાની ગજબ છે, નિરાળી છે, મીઠી જેવી મોરલી.

Read More

આમ વારંવાર શું ઝાપટાં નાખવા..
મુશળધાર વરસી જ દેને..
ડૂબીને શું અંધકાર આપવો..
એકવાર ઊગીને રોશની જ આપી દેને .
મધમાખીની જેમ શું ફર્યા કરવું...
એક વાર સુગંધ જ આપી દેને..
નદીની જેમ શું ખડખડ રહેવું..
સાગર સાથે સંગાથ કરી જ લેને..
આમ તો બહુ છે ફરિયાદ...
એકવાર મુસ્કુરાય તો લેને..
બહુ આપી લાંચ ભગવાનને..
એકવાર પ્રાર્થના જ કરી લેને..
બહુ રહી લીધું ચૂપ..
એકવાર કહી જ દેને..
બહુ જ જતાવી દીધી લાગણીની ભીનાશ..
એક વાર પ્રેમ છે કહી જ દેને...

Read More

કેટલી પીડા હશે એ વાસળીના સૂરમાં..
વાગે એ રાધા માટે, રુક્મિણી મનમાં હરખાય..
સાથ હતો રાધા નો, રુક્મિણી સંગાથ જાય..
કોઈ પૂછો મીરાને જઈને..
ઝેર પીધા પછી પણ કૃષ્ણ ઘેલી કેમ થાય..

Read More