Quotes by RajniKant H.Joshi in Bitesapp read free

RajniKant H.Joshi

RajniKant H.Joshi

@rajnijoshi8512gmailc


BHUJ BLOG

BLOG

असतो मा सद्गमय ।
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर् मा अमृतं गमय ॥

Lead me from the unreal to the real,
Lead me from darkness to light,
Lead me from death to immortality.

मुझे असत्य से सत्य की ओर ले चलो,
अंधकार से प्रकाश की ओर ले चलो,
मृत्यु से अमरता की ओर ले चलो।

|| ॐ नमः शिवाय ||

Read More

GOOD MORNING

DARU GOLA

JUST FUN

ચાલીસ પાર થયા પછી કશામાય મન લાગતું નથી, ઘરની બહાર ક્યાંય જવાની ઈચ્છા થતી નથી.

ત્રીસ-બત્રીસમાં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા. કોઈ થાક નહી, મન ઉત્સાહિત રહેતું હતું.

વીસ-પચ્ચીસ માં તો એકદમ ફ્રેશ લાઈફ, એક અલગ પ્રકારની મજા, કોઈ ડર નહી.

પિસ્તાલીસ પછી શું થશે? ફક્ત વિચાર કરવાથી જ ડર લાગે છે.

હું ઉંમરની વાત નથી કરતો....... ગરમીની વાત કરું છું…..😂😀🤣😜🤪😂🤣

Read More

🌹 *માં નો પાલવ* 🌹

શાળામાં ગુરુજીએ કહ્યું કે *માં ના પાલવ* પર નિબંધ લખો…

તો લખવાવાળા વિદ્યાર્થીએ *માં ના પાલવ* પર શું સરસ લખ્યું.

પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે. 😭

આદરણીય ગુરુજી...

*માં ના પાલવ* નો સિદ્ધાંત માં ને ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો.

એની સાથેજ...*માં નો પાલવ* ચૂલા ઉપરથી ઉતારવા એ ગરમ વાસણો ને પકડવાના કામ માં આવતો હતો.

*માં ના પાલવ* ની તો વાતજ ન્યારી હતી.

*માં ના પાલવ* પર તો ઘણું ઘણું લખી શકાય એમ છે.

જેમ કે.....

*માં નો પાલવ* બાળકોના પરસેવા અને આંસુ લૂછવા, ગંદા કાન, કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગ માં લેવાતો.

*માં ના પાલવ* ને માં પોતાના હાથ લુછવા નેપકીન ના રૂપમાં પણ ઉપયોગ કરી લેતી હતી.

બાળકોને જમ્યા પછી *માં ના પાલવ* થી મોઢું લૂછવાનો બાળકોને પોતાનો અનેરો આનંદ આવતો હતો.

ક્યારેક આંખમાં કંઈ ખૂંચતું તો *માં નો પાલવ* ગોળ ગૂંચણું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી ત્યારે દુ:ખાવો એની મેળે બંધ થઈ જતો.

માં ના ખોળા માં સુવા વાળા બાળકો માટે માં નો ખોળો ગાદી અને *માં નો પાલવ* ચાદર નું કામ કરી જતાં.

જ્યારે પણ કોઈ અજાણ્યું આંગતુક ઘરે આવતું ત્યારે તો બાળક *માં નો પાલવ* સંતાવા ઉપયોગ કરતો.

તેવી જ રીતે બાળક જ્યારે જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું *માં ના પાલવ* થી ઢાંકી દેતો.

જયારે બાળકને બહાર જવું હોય ત્યારે *માં નો પાલવ* પકડી લેતો અને તે એક માર્ગદર્શક બની જતો.

જ્યાં સુધી બાળકએ હાથમાં *માં નો પાલવ* પકડ્યો હોય, ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠી માં હોય તેવો આભાસ થતો.

જયારે શિયાળા ની ઋતુ હોય તો *માં નો પાલવ* માતા પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવા ના પ્રયત્ન કરતી.

અને...

જયારે ખૂબ વરસાદ પડે તો *માં નો પાલવ* છત્રી બની મોઢું ઢાંકવા પ્રયત્ન કરતી.

*માં નો પાલવ* એપ્રન તરીકે પણ કામ કરતો. અને હાથ લૂંછણીયા તરીકે પણ ઉપયોગ કરી લેતી.

*માં નો પાલવ* ઝાડ પર થી
પડેલા જાબું અને સુગંધિત ફૂલો ને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો.

કયારેક...

અનાજ, દાન, પ્રસાદ ના સંકલન માટે *માં નો પાલવ* વપરાતો.

*માં નો પાલવ* ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો.

કયારેક કોઈ વસ્તુ ખોવાય જાય તો *માં ના પાલવ* ને ગાંઠ બાંધી નિશ્ચિન્ત થઈ જતા કે જલ્દી મળી જશે અને મળી પણ જતી.

*માં ના પાલવ* ની ગાંઠ લગાવી એક હાલતી-ચાલતી બેન્ક કે તિજોરી બની જતી અને જો બાળક નું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતાં.

મને નથી લાગતું કે વિજ્ઞાન કે ઔધોગિક ક્રાંતિ *માં ના પાલવ* નો વિકલ્પ શોધી શક્યું હોય.

*માં નો પાલવ* બીજું કાંઈ નહીં, પણ એક જાદુઈ અનુભવ છે.

સ્નેહ અને સંબંધ રાખવાવાળા પોતાની માં ના આ પ્રેમ અને સ્નેહ નો હંમેશા અનુભવતા હોય છે. જે આજની પેઢીના સમજી શકશે જ નહીં.

હવે જીન્સ પહેરવા વાળી માતાઓ (Mom _ Mammi ) પાલવ લાવશે ક્યાંથી ?

ખબર નહીં.....!!!!

સાડલા પહેરેલ *માં ના પાલવ* નો આસ્વાદ આપવા વાળી દરરેક માતાઓ ને સમર્પિત 🙏

Read More