The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.....' ચાલ એક બીજાને સમજીએ '..... ચાલ આપણે એક બીજાને સમજીએ, તું થોડો 'ગર્વ' ને જતો કર, અને હું થોડી 'જીદ' ને,...ખોટ છે 'અહમ' ના નફામાં એવું આપણે સમજીએ.....રોજીંદા જીવનથી 'પર',મદદ,એક બીજાને કરીએ,..... સુખ ના નફા માં સમૃધ્ધિ વધશે એવું મન ને કહીયે.....બે ના ત્રણ કે ચાર થતાં પહેલા પ્લાનિંગ એવું કરીએ,કે, આવનારા સંજોગો સામે આપણે અડીખમ ઉભા રહીયે.....'સુખ' ની સંભાળ તું રાખજે ને 'દુઃખ' ની કાળજી રાખીશ હું, સમજી લઇશું સંજોગોં,ને ચાલ "ઉત્સવ" તો ઉજવી લઇયે.....'સમજણ' થી સમજી લઇએ એકમેક ને પરિવાર ખાતર..... એટલે એક્બીજાના થઇ નેતો રહીયે... .....ૐ..... .......જયલીન.......
"ॐ" 'શર્વ' ચિંતન...
" બાકી એક ની એક વાત છે "......... ------------------------------------------------------ પરોઢ અને પ્રભાત એટલે ' સુર્યોદય 'ની વાત, એ તો એક ની એક વાત, સુર્ય સંક્રમણ સમજાવો કે બતવો તો, કંઇ નવી વાત છે....... ચાંદની અને ચંદ્રોદય એ તો " ચંદ્ર " ની કમાલ છે, એની ' શીતળતા ' સમજાવો તો કંઇ નવી વાત છે. વર્ષા અને મેઘધનુષ એ તો ' મૌસમ ' ની વાત છે, મેઘ ધનુષ માં રંગ કોણ પુરે, એ દેખાડો તો... કંઇ નવી... મોહ ને માયા એ મુક્તિ માટે વિષ સમાન છે, એનું, 'મંથન', ક્યાં અટકાવવું એ બતાવો તો,...કંઇ નવી..... પ્રેમ અને ઈર્ષા એ માનવ સર્જિત " જ્ઞાન " છે, એની ઉત્પતિ નું કારણ બતવો તો,... કંઇ નવી..... બાકી તો બધી એક ની એક વાત છે... ૐ...... જયલીન..... ===========================
"ॐ" 'શર્વ' મંથન..
"ॐ" 'શર્વ' મંથન...
ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે! *********************************** સમય સાનુકૂળ ન હોય વેણ અન્યને અનુકૂળ ન હોય હરફ હળવેથી હડધૂત થતા હોય સમઝાવવાથી સબંધ સંકોચાતા હોય ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે! કથન કંટકનું કામ કરતુ હોય વિચાર વિમર્શથી વ્યથા વધતી હોય પ્રેમમાં પામવાની ચાહના વધતી હોય ઉપહાસમાં યોગ્યતાની બરોબરી વંચાતી હોય ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે! સબંધમાં સાથ-સહકારની સમઝણ ના હોય નૈસર્ગિક સબંધ બંધ બેસતા ના હોય સમઝણ સત્યની સ્પષ્ટતા સ્વીકારતી ના હોય ટકોર માન મોભો મરતબો ન સમઝતી હોય ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે ! લાગણી ફરજ ને જવાબદારી સમઝાતી હોય કરેલ મદદને અહેસાન સમઝાવાતુ હોય વ્યક્તિત્વ કે સ્થાનની સમઝ અવગણાતી હોય પ્રતિષ્ઠા સંસ્કાર કે તાલીમ લજવાતી હોય ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે... જયલીન...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser