Quotes by वात्सल्य in Bitesapp read free

वात्सल्य

वात्सल्य Matrubharti Verified

@savdanjimakwana3600
(181.1k)

તમને ભૂલી જવા અમેં સંબંધ હરગીઝ બાંધ્યા નથી...!!!
તમે ગમી ગયાં ને સતત દર્શન કરવા માત્ર સબંધે બંધાયાં નથી!!
ભલે સંદેશ તમારો નિયમિત ના મળે,ભલે ે તમે મળવા બહાનાં કાઢો !
ગમી ગયાં અને હાથ લંબાવ્યો છે.તમે ના સ્વીકારો તો મરી જવાના નથી.
- વાત્સલ્ય

Read More

તરવું હશે તૉ તારી તૈયારી જોઈશે!
પાણીમા પડી તારેય શીખવું પડશે.
હવામાં ક્યાં તરી શકાય છે વ્હાલા!!
પંડયને પાણીમાં ઝાબોળવું પડશે ll
- વાત્સલ્ય

Read More

પોતે એ પોતાનાં માટે આંસુ વહાવી નાનું ઝરણું સર્જયું.!!!!
એ ઝરણાંને પણ જંગલ,ઝાડી,પહાડી એ પછડાવાનું મન થયું!!
લોકોને તૉ મજા પડી ગઈ એ રુદનને કુદરતી સુંદરતાની સુંદરતા સમજીને -
એ ઝરણાંએ કેટલી પછડાટ ઝીલી હશે વાંકા વળી સમંદરને પામવા!!!!
. - વાત્સલ્ય

Read More

સવાર થઇ બપોરેય થયાઅને સાંજ પડી.! મારા ઘરને આંગણે એક પંખી કેમ આવતું બંધ થઇ ગયું!!!

આજની સવાર મસ્ત હતી
કેમકે
તારા આવવાના અણસાર હતા.
તે સાંજ પડતાં પડતાં
નિરાશામાં પલટાઇ ગઈ.
. - વાત્સલ્ય

એમ થાય છે કે ક્યાંક ફરવા જઇએ.
બે પાંચ દિવસ બધું છોડી ફરવા જઈએ.
તમારા જેવાં મિત્રોનો સાથ હો તો વધુ ગમે!
આ મારા તમારાના નાદ છોડી ફરવા જઈએ.
- વાત્સલ્ય

Read More

કોઈ નથી આપણું હવે અહીં!
ચાલને મારા આત્મા પરલોક.
થાક્યો એને મનાવી મનાવીને -
હવે ના કો મારું તો નકામો આ લોક.
- वात्सल्य

Read More

વખત ને કહેજો કે વખતો વખત તું આવે છે એજ રૂપે રંગે છતાં દર વખતે બદલાયેલો હોય છે.
શું સૂરજ કે ચાંદો ધરણી પણ એજ છે તો બદલાઈ કોણ જાય છે?
. - વાત્ત્સલ્ય
- वात्सल्य

Read More

તું બોલતી નથી પણ ખબર મને પડી ગઈ છે.
સામે આવતી નથી છતાં નજર મારા પર પડી ગઈ છે,
ચૂંટી લાવે ફૂલો થાળી સાથે આવે મારા માટે છતાં!
મંદિરમાં ભગવાનને બધાં જ઼ ફૂલો ચડાવી નાખે છે.
. - વાત્સલ્ય

Read More

તું એકજ એવી છે ક જયારે હું નિરાશામાં ધકેલાયો હોઉં!
ત્યારે તારો શબ્દ મને આશા નું કિરણ લાગે છે,એ અનુભવું અને જોઉં છું.
. - વાત્સલ્ય

Read More