Quotes by SUNIL VADADLIYA in Bitesapp read free

SUNIL VADADLIYA

SUNIL VADADLIYA Matrubharti Verified

@sunilvadadliya6543
(82)

ના બોલાયેલું સમજાય એ મજા
કહેવાયેલું સમજાય નથી મજા

દિલ થી થય જાય વંદન ક્યારેક
બાકી હાથ જોડાય નથી મજા

હા કેહવામાં ના કહેવાય જાય જો
બસ, આમ ગુંચવાવમાં નથી મજા

નાના હતા ત્યારે કેવું હસતા જો
કહેવાના મોટપણમાં નથી મજા

આમ કરવામાં જિંદગી જીવાય જો
મૃત્યુના ભયમાં જીવવામાં નથી મજા

સુનીલ 'વડદલીયા '

Read More

સ્વરચિત કાવ્ય મારું શ્રી ભરત ત્રિવેદી સાહેબે સ્વર આપ્યો તો માણો 💐

epost thumb

માઇક્રોફિક્શન
-વિકાસ-
સમાજનો સહકાર સમારોહમાં નેતાજી બોલી રહ્યા હતા. વિકાસની આ યાત્રા અવિરતપણે વિકાસની ગતિમાં ચાલી રહી છે. આપણે ચાંદ પર પોહચી ગયા છે . નગરો વાઇફાઇ સજ્જ થઈ ગયા છે . વૈશ્વિકરણ ,ખાનગીકરણ ના ભોગે પણ ભૌતિક વિકાસ અટકવો ન જોઈએ રાષ્ટ્રહિતમાં આપણું હિત છે. એ જ વિચારવું ..જય હિન્દ ...ભાષણ પૂરું થયું ફળિયામાં નવ યુવાનો તેની ચર્ચા કરતા હતા ત્યાં અંબાલાલ કાકા આવ્યા લ્યા શું કામ ટોળે મળ્યા ...ત્યાં વાતમાં તેમણે કહ્યું જો પેલા કરસશન નો છોકરો અઠાણુ ની સાલમાં જન્મ્યો તેનું નામ વિકાસ રાખ્યું તે આજે ભણી ને એમ.એસ.સી . બી.એડ . ટાટ પાસ થયો પણ વિકાસ કમાતો ન થયો....

સુનિલ 'વડદલિયા'

Read More

રોજબરોજ

ફરિયાદો કર્યા કરે રોજબરોજ
તેણે ઉગાર્યો તને રોજબરોજ

હતો કાળ પડ્યો પાછળ ત્યાંજ
સૂલી નો ઘા ટાડયો રોજબરોજ

ત્યારે તું બોલી ઉઠ્યો બચી ગયો
પુરાવો હતો સાથે છે રોજબરોજ

માન કે ન માન ફેર શુ પડે પ્રભુ ને
તારામાં રહે શ્વાસ તે રોજબરોજ

નરસિંહે પણ ગાયું આત્મજ્ઞાને રે
દેહમાં દેવ રૂપે રહે પ્રભુ રોજબરોજ

સુનીલ 'વડદલિયા'

Read More

યાદ છે મને એ પૂરતું છે
વાદ ન કર હવે પૂરતું છે
કહેવું ના કઈ પૂરતું છે
મેસેજ વાંચો પૂરતું છે
યાદ કરું તને પૂરતું છે
લાગે તું ખુશ પૂરતું છે
હુંય તેથી ખુશ પૂરતું છે
હૈયે આવે લખું પૂરતું છે
તારા માટે બધું પૂરતું છે !
સુનિલ 'વડદલિયા'

Read More

ખોટે ખોટો મને ચિતરી નાખ્યો
મિત્રોએ મને ઓળખી નાખ્યો
દુશમનો ક્યાં હતા કોઈ મારા
એમણે જ દુશમન કહી નાખ્યો
ચૂપ હું પણ રહ્યો કેમ બોલું
મૌનમાં અશબ્દ રહી કહી નાખ્યું
સુનીલ 'વડદલીયા'

Read More

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
પાન સૂકું થઈ ગયું તોય તમે ન આવ્યા

આંખોમાંથી આંસુ પડ્યા ને યાદ આવ્યા
આંસુ સુકાયને ક્ષાર થયો તોય ન આવ્યા

હૃદય પર જૂની યાદો તાજી થઈ ગઈ હવે
તોય જૂની યાદો નવી બનાવવા ન આવ્યા

ફરિયાદ કરું તો કોને કરું યારો પણ કહે ,
સારું થયું બસ, 'કવિ ' એ ના આવ્યા
સુનીલ "વડદલીયા"

Read More

કમોસમી વરસાદ ને માવઠું કહેવાય
પણ , માવઠાની હેલી ને કહેવાય શું?
જાણ કર્યા વિના આવે તે અતિથિ
પણ , ફોન કરીને આવે તેને કહેવાય શું?
મહેમાન તો તેને કહેવાય જે આવે ને જાય
પણ, હેલી ની માફક રહી જાય તેનું શું ?
સુનીલ 'વડદલીયા'

Read More

ચી...ચી...ચિચિયારીઓ
ભરી ગજવી દેતી આંગણું
પીઢમાં માળો કરી મૂકતી
ઓસરીમાં સૂકું ઘાસ ફેકતી
માળામાં ઈંડા મૂકી સેવતી
ઘરમાં પંખો બન્ધ કરાવતી
નાના બચ્ચાં બાળકોને
રમવા આપતી

તે ચકી ને ચકો ને માળો
પીઢ વાળી ઓસરી
ને નળીયા વાળા ઘર
ને આબરૂ દર ડોસા ડોસી
એ અભણ ભણેલ સમજણ
ના વ્યક્તિઓ ને એ ગામ
તળપદી બોલી ને લેહકા
મરસિયા લગ્ન ગીતો
બધું ઉડી ગયું ચકી ચકા
ની માફક માફક !

સુનીલ 'વડદલીયા'

Read More

થોડી જૂની વાતો ને યાદ કરી લઉં
થોડું યાદોની વાતોમાં જીવી લઉં !

તારીખ :- 25 ફેબ્રુઆરી 2023 ને શનિવારના રોજ વાર્ષિક પાઠમાં શ્રી આર.એફ. પટેલ ,હાઈસ્કૂલ , વડદલા જવાનું થયું . હાલ ત્યાં બધો જ શેક્ષણિક સ્ટાફ નવીન છે. હાલ હાઈસ્કૂલનું રૂપ ઘણું બદલાય ગયું છે. કમ્પ્યુટર લેબ , પ્રયોગશાળા , બે વર્ચ્યુઅલ કલાસ રૂમ , અદ્યતન લાઇબ્રેરી તેમજ ઉચ્ચ માધ્યમિક પણ છે. મેદાન ફરતે કોટ આ બધામાં હજી મને ભણાવેલ તેવા વંદનીય શ્રી હિતેશભાઈ પટેલ સાહેબ મળ્યા ઘણી વાતો થઈ જુના બીજા ગુરુજનો જેમાં તે વખતના આચાર્યશ્રી રમણભાઈ પટેલ , વલ્લભભાઈ સાહેબ , મહેન્દ્ર સાહેબ , શારદાબેન અને મારા સહપાઠી ભાઈ બહેનોને ઘણા યાદ કર્યા તેમાં જીગ્નેશ, પ્રદીપ ,પ્રવિણ, અમિત , મનુ વગેરે અને જૂના સ્મરણો તાજા થઈ ગયા થોડી વાર વિદ્યાર્થી હોઉં ને ફરી એ વર્ગમાં એ જ મિત્રો સાથે ભણવું , લડવું , રમવું ને ધમાચકડી કરવી તેમ વિચારોમાં ખોવાઈ ગયો પણ એ ચિંતન ની પણ મજા છે . હું આજે પણ મારા ગામ ને મારી શાળાને મિત્રો ને શિક્ષકોને હું મિસ કરું છું ! તમે પણ કરતા હશો આ જ જીવન છેઃ ....અને મન કહી ઉઠે ચલ મન જીવી લઈએ......

સુનીલ 'વડદલીયા'

Read More