Quotes by Surubha Jadeja in Bitesapp read free

Surubha Jadeja

Surubha Jadeja

@surubhajadeja355068
(317)

નિવૃત્તિ અંત નથી એક નવી શરૂઆત છે નિવૃત્તિ એક જામ છે જે એ નશાની જેમ હળવે હળવે ચડે છે પછી અહેસાસ થાય કે આતો એક નવી જ શરુઆત છે
- Surubha Jadeja

Read More

જીંદગી માં તમે શું છો ? એ જવાબ બીજા આપે એ ઘણા કારણો સબબ ખોટા હોય શકે પણ એ જવાબ તમે ખુદ તમને આપો એ પરફેક્ટ હોય છે !!
- Surubha Jadeja

Read More

---

પ્રસ્તાવના - છુપાયેલ જોયા છે

જય માતાજી, જય હિન્દ!

હું સુરુભા જાડેજા, મોરબી. GSRTC માંથી નિવૃત્ત.

નિવૃત્તિ એટલે શું એ હું લખી ચૂક્યો છું - "નિવૃત્તિ એક જામ છે, જે હળવે હળવે નસાની જેમ ચડે છે." પહેલા એવું લાગે કે હવે કંઈ કામ નથી, પણ પછી સમજાય કે હવે ફક્ત જીવવાનું જ છે.

મને નાનપણથી લખવાનો શોખ. જે દિલમાં આવે એ કાગળ પર ઉતારી દઉં. ક્યારેક હાસ્ય, ક્યારેક કટાક્ષ, ક્યારેક મોરબીની માટીની વાત.

વોટ્સએપ પર લખું તો એ અંગત થઈ જાય, ફેસબુક પર લખું તો એ ધંધાદારી લાગે. મને એવું પ્લેટફોર્મ જોઈતું હતું જ્યાં મારા શબ્દોની ગહેરાઈ સમજાય. મિત્રોના કહેવાથી હું માતૃભારતી પર આવ્યો, અને આજે પહેલી વખત મારા બધા લખાણોને એક પુસ્તકમાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે.

આ પુસ્તકમાં કંઈ મોટા સાહિત્યના દાવા નથી. આ તો મારી પાછલી બેન્ચથી લઈને સિનિયર બેન્ચ સુધીની સફર છે.

મેં ઊંચા હોદ્દા પર અભિમાની છુપાયેલ જોયા છે, અને નાનકડા માણસોમાં સ્વાભિમાની જોયા છે. એ જ વાત આ બુકમાં છે - જે દેખાય છે એની પાછળ શું છુપાયેલું છે.

હવે આ પુસ્તક છપાયું તો ખરું, પણ હવે વંચાય તો કહેજો મને!

ઉપરછલ્લું વાંચશે બધા જ, ઉંડેથી કોઈ વાંચે તો કહેજો મને.

આપનો જ,
સુરુભા જાડેજા
મોરબી

--

આ પુસ્તકમાં શેર બજારની લાલ-લીલી નથી, પણ જીવનની લાલ-લીલી છે.
એક નિવૃત્ત કર્મચારીની કલમે લખાયેલ હાસ્ય, અનુભવ અને સત્ય.
મોરબીની ગલીઓથી લઈને વોટ્સએપના ગ્રુપ સુધીની વાતો.
હસાવશે પણ, વિચાર કરાવશે પણ.

Read More

---
શીર્ષક: વિરોધાભાસ વચ્ચેનું વ્યક્તિત્વ

ૐ શાંતિ કહેવું સહેલું છે,
પણ એટલા જ નકોર ભાવથી
હેપ્પી બર્થ ડે કહેવું અઘરું છે.

કારણ કે આ બન્ને વિરોધાભાસ છે.

એકમાં અંત છે, બીજામાં શરૂઆત છે.
એકમાં શોક છે, બીજામાં ઉત્સવ છે.

અને આ વિરોધાભાસના વહેણમાં ન તણાવું,
તણાયા વગર પોતાના જેવા રહેવું...
એ જ વ્યક્તિત્વ છે !!

---

ટેગ્સ /
#વ્યક્તિત્વ #જીવન_ફિલસૂફી #વિરોધાભાસ #સત્ય #વિચાર

Read More

મારું મોરબી તો ઢેલળીનગર છે

ઉગમણે વાઘજી, આથમણે લગધીરજી,
વચ્ચે શોભે છે આપણો પાડા પુલ
નજરે ના ચડે એકેય પાડો આજ,
તોય નામથી જીવે છે "પાડા પુલ"

આખલા ઊભા આથમણે, ઘોડા બે સામસામે,
નામમાં અર્થ ના મળે, પણ ઈતિહાસમાં વાઘ છે!
આવિષ્કાર નહિ, આ તો આપણી ઓળખની બાગ છે!

૨૫ ટકા મોરબીની પ્રજા, ૭૫ ટકા બહારના મહેમાન,
બધાને મોરબી પોતાની લાગે, એવું છે અમારું માન
"મોરબી ને મારી કહે" એ વાતમાં જ વજન છે,
રાત પડે ને નગર દરવાજે ગુંજે ભજન છે

આવેલ સંતોની નજરો નરમ છે,
જનહીતનો કાર્યક્રમ, હસ્તે કરમ છે
આમ જનતા પણ અટકીને જુએ,
એવું આ મોરબી શહેર છે

ના કોઈ વહેમ, ના કોઈ ભેદભાવ,
અમલ છે પ્રેમનો, એ જ અમારો સ્વભાવ
ગર્વથી કહીએ છીએ આખી દુનિયામાં,
"મારું મોરબી તો ઢેલળીનગર છે!"

ટેગ :
`#MorbiKaviSamelan #મારું_ઢેલળીનગર #પાડાપુલ #મોરબી #Gujarat #Kavita #Swaman `
---
❤️

Read More

🙏🌞
---
આજ મંગળ મલકાયો છે
_સુરુભા જાડેજા_

સોમ શાણો હતો મંગળ મુશ્કુરાયો છે
અલગારી બધી જ આવશ્યકતાઓ

આકરા કામ આજ બેવળાય બુધ છે
આમ પણ મંગળ અર્થ બહુ સારો છે

માથાકુટ મુકો મંગલ જ મતવાલો છે
કરીશું શાણું આજ દિન મંગલકારી છે

શુભ સૌ નું સારું થશે આજ મંગલ છે

---
👌 🙏

ટેગ:
`#ગુજરાતીકવિતા ` `#આજમંગળમલકાયોછે ` `#સુરુભાજાડેજા ` `#મંગળવાર ` `#મંગલકારી `

Read More

😂❤️

શિર્ષક: "આજ સોમવારો છે"
---
_સુરુભા જાડેજા_

આજ સોમવાર ખુબ શાણો છે
એ એકપણ આંખે ના કાણો છે

ઓફીસોમા અમલ એકધારો છે
પછી મંગળ અર્થ બહૂ પ્યારો છે

પણ સોમસોમ તો બહુ ન્યારો છે
આજ લાંચ લાગ કોઇ ન ફાળો છે

ચાલશે પણ આજ સોમવારો છે
એટલે આજ બધા નો નારો છે

લાગે આજ સોમને શણગારો છે
આપણા જ દેશ નો સધીયાર છે
આજ સોમ જ સતસત સારો છે

--

. મજા શેની આવી:

🙏

ટેગ:
`#ગુજરાતીકવિતા ` `#આજસોમવારોછે ` `#સુરુભાજાડેજા ` `#ઓફિસકવિતા ` `#સોમસોમન્યારો `

Read More

🙏❤️
---
રાત જાગીસુ કલમ ને સંગાથ
____સુરુભા જાડેજા_

હવે રાત જાગીસુ કલમ ને સંગાથ
ન લખું હિસાબ દિલ કરવું કિતાબ

આજ લખવું છે જાન બે હિસાબ
ન આવતી ઉંઘ લડાકુ બને દિમાગ

આધાર હતો એક બન્યો છું ફકીર
ન રાખવી શરમ હવે તારી નઝીર

નજારો છીની હવે યોજના શું તારી
શરીરે દમની તાકાત હવે નથી મારી

બસ જાગું છું મોત મહેરબાન નથી
એક હાથ મા કલમ નો સાથ સારો

વિચાર કલમ ન હોત શું થાત મારુ
તારી મરવાની ઉતાવળ ને હુ ધારું

પ્રયાણ તારું ન હોય શકે મન મારુ
યમરાજ ને જ નહોતુ આઘું હાલવુ

કરી નાકામ મને લુંટી લીધો સારું
નકર બહાનું મલે જીવવાને તારુ
---
વાત દિલને લાગી:
ટેગ: 👌
`#ગુજરાતીકવિતા ` `#રાતજાગીસુકલમનેસંગાથ ` `#સુરુભાજાડેજા ` `#જીવનસંઘર્ષ ` `#કવિતાઅને જીવન`

Read More

. રાત જાગીસુ સાળાને સંગાથ

અમદાવાદમાં આવતા વરસાદનો સાથ
આવી ગયા કામ પરથી બહાનું વરસાદ
નથી થાતી નોકરી આ આવે છે વરસાદ
કારણ હતું નબળું છે ફેક્ટરી નું બાધકામ

સારું તાજા લગ્ન થયા મઝા લાવે વરસાદ
ઘર પહોંચી જુવુ સાળો લેવા બેની આવ્યો
આયોજન ઓછા પડે સિન્ગલ્યુ છે મકાન
કેમ પાછો મોકલી શકાય આવે છે વરસાદ

કાશ પેન મલી નોટ ને શોધું લખવા હિસાબ
હવે રાતબધી જાગીસુ આસાળા ને સંગાથ
લખું હું સાયરી હિસાબ કરવા ના બહાને
જાબાથરુમમાં હુંઆવૂ સ્નાન કરવા બહાને

હવે કોઇ આતંક ન નળે પ્રાર્થુ શું ભગવાન
બસ આવોજ આવતો રહે અ'વાદ વરસાદ

surubha jadeja
---
😄 ❤️

Read More

. મિત્ર અને હાલાત

સવાલ કરનારા સજાગ હોય છે સંભાળવા નું તો જવાબ આપનારે જ હોય છે
કેમ છો સાહેબ નો જવાબ ન આપો તો
"અભિમાની"
જો ભળતો જ જવાબ કહો " સારું છે" તો
"બેદરકાર"
પણ મિત્ર જ તમને
યશ્મે હાલાત કહેશે !!

surubha jadeja

teg
# સવાલ # જવાબ # અભિમાન#
#બેદરકાર #ચશ્મે હાલાત#

Read More