Hey, I am on Matrubharti!

ખુલ્લું મન હોય વિચારોમાં ઉજાસ હોય મનગમતા આકાશમાં આશાની લહેર હોય.

- ડો.માધવી ઠાકર ✍️

ઝાકળ આજે થોડું શરમાઈ ગયું
સવાર નો સ્પર્શ એને હર્દય થી સમાવી ગયું.

- ડો.માધવી ઠાકર ✍️

મનથી જ બધુ ખીલે
સ્થીરતાથી બધુ ઝળહળે.

- ડો. માધવી ઠાકર ✍️

સરળતા હોવી એ પણ એક આભૂષણ છે.

- ડો. માધવી ઠાકર ✍️

સ્વાભિમાની હોવું એ વ્યક્તિગત વિકાસ માટે ખૂબ જરૂરી છે.

- ડો.માધવી ઠાકર ✍️

અજાણી પારકી ગામની એ શેરી લાગે ઘર ઘર રમતું તું હવે એ યાદ લાગે.

- ડો. માધવી ઠાકર ✍️

કરૂણાવાદી હોવું એ શ્રેષ્ઠ હર્દય નો ગુણ છે.

- ડો.માધવી ઠાકર ✍️

નિષ્પક્ષ અભિપ્રાય વ્યક્તિની સમજણ દર્શાવે છે.

- ડો.માધવી ઠાકર ✍️

મોબાઈલની દુનીયામાં ભુંસાતું જાય છે બાળપણ
પકડાપકડી યાદ આવે ને ટચસ્ક્રીનમાં સમાતું બાળપણ.

- ડો. માધવી ઠાકર ✍️

Read More

વાણીમાં સભ્યતા અને મીઠાસ હોવી એ લોકસંવાદનું અમુલ્ય ઘરેણું છે.

- ડો. માધવી ઠાકર ✍️