Quotes by Ankit K Trivedi - મેઘ in Bitesapp read free

Ankit K Trivedi - મેઘ

Ankit K Trivedi - મેઘ Matrubharti Verified

@trivediankit2090
(48)

"અમે જિંદગી પણ અલાયદી જોઈ છે સાહેબ"

વિશાળ પાંખ વાળા પક્ષીને, જમીન પર ચણતા જોયા છે;

અને વગર પાંખના માણસને, હવામાં ઉડતા જોયા છે.

© - અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

બંધ તિજોરી રાખે છે ગુપ્ત વ્યક્તિનું ધન;

' અને '

બંધ મુખ રાખે છે ગુપ્ત વ્યક્તિત્વ અને એનું મન.

© - અંકિત કે ત્રિવેદી-'મેઘ'

Read More

મોજ ની ખોજ...

દુઃખ તો દરિયાને પણ પડે છે, નહીંતર અમસ્તાં આમ જ મોજા ક્યાં રોજ ઉછળે છે ;
ઘડિયાળ તો ત્યાં જ લટકે છે પણ,રોજ સમય આગળ નીકળે છે .

આતો મલકાતું મુખ માધવનું , અને સંયમ શ્રીરામનું;
રાખ્યું છે અમે એવું વર્તન, જે જીંદગીમાં છે કામનું.

સૂર્યકિરણ ને રોકવાનો અમસ્તો પ્રયાસ કરે છે વાદળ રોજ, બાકી કિરણ પૃથ્વી સુધીના માર્ગની કરી જ લે છે ખોજ,

અમસ્તો માણસ રાખે છે મગજ પર બોજ ; જુવો તો ઈશ્ર્વરએ આપણને, જિંદગીજીવવાની આપી છે ઘણી મોજ.

© લી. અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

હૃદયની વાત આંખ વધારે સમજે અને બોલે છે;

એટલે જ કદાચ હૃદયને દુઃખ લાગે ત્યારે સૌથી પહેલી આંખ રડી પડે છે.

©- અંકિત કે ત્રિવેદી- 'મેઘ'

Read More

દરેક સમયે જીત ના મળે તો પણ , કિંમત નિરંતર પ્રયત્ન કરતા વ્યક્તિની જ થાય છે;

"કેમ કે મિત્રો"

લાખ રૂપિયાની ઘડિયાળમાં જો '૫' રૂપિયાનો સેલ પતી જાય તો તેની કિંમત શૂન્ય થઇ જાય છે

©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

કેલ્ક્યુલેશન જો ધંધા માં કરો તો આંકડા પાછળ શૂન્ય વધે;

" અને "

કેલ્ક્યુલેશન જો સબંધમાં કરો તો આંકડો શૂન્ય જ મળે.

© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

યુદ્ધ વિરુદ્ધ ઈશ્વરી વિચાર....

વિશાળ ગગન અને વિશાળ ધરતી;
જોવા મળી છે, દરિયામાં ઓટ અને ભરતી.

નક્કી છે સમય ભરતી અને ઓટનો;
બદલાય છે માણસ, અસમય કંઇક ખોટનો.

જોઈને વિચારના વાદળ બંધાય છે , પરમેશ્વરના મસ્તકમાં;
ભૂલ કરી કે શું મે ? બનાવી મૂક્યો માણસ બ્રહ્માંડમાં.


© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

મેળ ત્યારે જ બને જ્યારે મણકા માળામાં પુરા હોય;

" બાકી મિત્રો "

એક મણકો ઓછો હોય કે માણસ ,
ત્યારે ના માળા પૂરી કહેવાય કે ના કુટુંબ.

© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

પાણીનું મિલન થાય જમીન જોડે,અને ખિલી ઉઠે જીવન;


ત્યારે લીલુડી ધરતી ની વ્યાખ્યા દર્શાવે, કે જળ એજ જીવન.

©- અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

કૃષ્ણ બોલતા કાળજું પવિત્ર થાય;

અને રામ બોલતા રોમે રોમ.


©- અંકિત કે ત્રિવેદી - 'મેઘ'