મિત્રો છેલ્લા થોડા સમયથી હું કેટલાક અંગત કારણોસર અહિં હું ગેરહાજર હતો. પણ હવે નવા પ્રકરણો અપડેટ થશે.

પ્રેમ કોને કહેવાય એ ખબર નહોતી,
પણ જિંદગીમાં તારા આવ્યા બાદ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની ,
અને અવિરત છે હેલી મારા પ્રેમની.
- સ્પંદન

Read More

તારે જો વરસવું જ હોય તો રાહ શાની છે?
વરસી જા,
સમયની રાહ ના જો,
હું તરસ્યો છું તારા પ્રેમનો
- સ્પંદન

તું હેલી બનીને આવ કે માવઠું,
ઋતુનો સવાલ નથી,
અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

હું બોલું ગુજરાતી,
મારી ચાલ ગુજરાતી,
હું હસું પણ ગુજરાતીમાં,
હું રડું પણ ગુજરાતીમાં,
મારા સ્વપ્નો પણ ગુજરાતી જ,
મારી મમ્મી ને પપ્પા ને માં અને પિતા કહી શકું ગુજરાતીમાં,
બ્રો એન્ડ સિસ્ટામાં એ મજા નથી જે બેન અને ભાઈ ગુજરાતીમાં કહેવામાં છે,
હું bye નથી કહેતો કારણ કે આવજો વધુ મીઠું છે ગુજરાતીમાં,
હું ગર્વથી કહી શકું છું હું છું ગુજરાતી અને મારી ભાષા પણ ગુજરાતી.
- સ્પંદન

Read More

તું મારો શ્વાસ,
તું મારો ધબકાર,
ને તું જીવનભરનો સંગાથ,
તું મારી નસમાં વહેતુ શોણિત,
તું મારી નજરનો જામ,
ને તું મારા જીવનારથની સારથી,
તું મારૂં જીવન,
તું મારૂં કવન,
ને તું જ મારૂં ભાવિ.
બસ વધુ નથી કહેવું,
બસ એટલું જ કે તું છો તો હું છું.....
વ્હાલી જન્મ દિવસની અમાપ, અશેષ, અઢળક શુભેચ્છાઓ💐💐💐🎂🍫🥰❤️💓💗💖💋💞💕👩‍❤️‍💋‍👨💝
#પ્રેમ
#પત્ની

Read More

એક કામ કર તું પ્રેમની લોન આપ,
હપ્તા હું ભરી દઈશ એક સાથે.
- સ્પંદન

એલી એય તું ક્યાં જાય છે,
ઓરી આવ,
એક વાત ખાનગીમાં કવ,
કાન દઈ ને સાંભળજે,
હું તને પ્રેમ કરૂં છું....
- સ્પંદન

Read More

તારાય હાથ માં જામ છે ને
મારા હાથમાં પણ,
ચાલ જોઈ લઈએ,
કોનો નશો વધારે છે.
- સ્પંદન

સર્વસ્વ ઠંડક છે,
બસ તારો એહસાસ ગરમાવો આપી જાય છે.
-સ્પંદન

કોની પાસે ન્યાય માંગુ?
ઘાયલ છું હું,
તારા પ્રેમનો,
તું જ કે,
કઈ અદાલત માં જાઉં?
- સ્પંદન