આમ તો હું પ્રેમ વિષે બહુ લખતી નથી... એને લખવા કરતા માણવો જ વધારે ગમે છે..
પણ વર્ષો પેહલા ની આ વાત છે જયારે આ નાનો જીવ પ્રેમ માં પડ્યો તો... ત્યારે કોણ જાણે કેમ લખવા માટે કાગળ પેન લવ તો બીજા કોઈ વિષય સુજતા જ બંધ થઇ ગયા તા.. બસ પ્રેમ વિષે જ લખ્યે રાખતી.. સાચું કહું તો લખતી પણ નહિ વિચારે જ રાખતી.. ત્યારે આ પ્રેમ માં તો આપણે પણ phD કરી તી.. એ જૂની ડાયરી ઓ મળી.. એ દિવસો ફરી યાદ આવ્યા.. એમાંનો અમુક અંશ અહીં મુક્યો છે...
તારા ને મારા દિલ વચ્ચે નો એવો તાર કે જે હંમેશા રણક્યા કરે.. હું કશુ બોલતા બોલતા ચુકી જાવ અને ભૂલ માં તારું નામ લેવાઈ જાય... કેટલાય કલાકો વાત કર્યા પછી પણ bye કેવાનું મન ના થાય... બસ આનું નામ જ પ્રેમ...
કોઈક લાગણી હંમેશા વહેતી હોય પણ એને નામ આપવાનું મન થાય... બસ એ જ પ્રેમ.. સવાર થી સાંજ કોઈ નશા માં પસાર થાય પણ એ નશો શું? ના તુમ જાણો ના હમ... બધું જ perfect હોય તો જ પ્રેમ થાય! એવું કોને કીધું? જ્યાં કશું જ perfect ના હોય, જ્યાં ખાલી માણસ આધળો જ નહિ મૂંગો અને બહેરો પણ થઇ જાય.. બસ આનું નામ જ પ્રેમ......