બહુ ભીનુ થવું નહીં
કારણકે
નીચોવનારા તૈયાર બેઠા છે
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
સાહેબ જીવનની સાચી મજા તો ભોળા લોકો જ લે છે,
બાકી લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
એક ભાઈએ પૂછ્યું સાહેબ જમાનો શાનો છે,
મેં ગંભીર હાસ્ય સાથે કહ્યું ફોટા નો અને ખોટાનો. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
સમડી ની ઉડવાની ઝડપ જોઇને ચકલી
ક્યારેય ડિપ્રેશનમાં આવતી નથી. ?♂
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
અરીસો છે આ જિંદગી દોસ્ત, તુ હસ જિંદગી પણ હસવા લાગશે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
જ્યારે હજારો સપના તૂટી જાય ને સાહેબ,
ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે.
મા અને બાપ ????
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
આપણે બાળપણમાં પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા
અને
હવે પરચુરણ ના લીધે ચોકલેટ ખાવી પડે છે.
સાહેબ સમય સમય ની વાત છે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને, સાહેબ
એ (લાગણીઓનો) દરિયો જો તોફાને ચડે ને તો ઘણાને લઇને ડૂબે છે ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
પીઠ હંમેશા મજબૂત રાખવી, સાહેબ
કેમ કે
શાબાશી અને દગો તેની પાછળ જ મળે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થાય તો, ધીરજ રાખજે દોસ્ત,
કેમ કે રડીને હસવાની મજા જ કંઈક અલગ હોય છે. ☺
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
ઘણૂ અઘરૂ છે દોસ્ત એ વ્યક્તિને સમજવું,
જે વ્યક્તિ બધું જ જાણતો હોય પણ કંઈ જ બોલતો ન હોય. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
દરેક ભૂલ Sorry બોલવાથી માફ થતી નથી, અમુક ભૂલો ના તો પરિણામ પણ ભોગવવા પડે છે ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
માણસ એક જ કારણથી એકલો થાય છે,
પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
માણસની આંખો ને હંમેશા એ જ વ્યક્તિ ખોલી જાય છે, જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ?
┄─┅━━━━▣▣▣━━━━━┅─┄
બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવા કરતા,
પોતાની ઝૂંપડીમાં રાજા બનીને રહેવું વધારે સારું. ?