હવે થોડિ વાર બધુ વિચાર્યા પછી ગમે તેમ કરીને ધરે જતો રહ્યો... ઘરે કોઈ જોડે વાત નઈ કરી.. આખો દિલસ બસ એના ફોન ની રાહ જોતો રહ્યો... પણ ન આવ્યો એનો ફોન... બીજા દિવસે સવારે એનો ફોન આવ્યો કે હુ તાપી નદિનાં બ્રીજ પાસે છૂ અને મને એ છોકરાએ ના પાડિ દિધી.. જો એ મને નઈ મલે તો હુ કુદી જઈશ..
આવુ સાંભળીને ફફરી ટેન્શન આવી ગયુ. ફટાફટ મે એ છોકરાને ફોધ કર્યો અને બધુ કહ્યુ.. છોકરો એમ બોલ્યો કે એને જે કરવુ હોય એ.. આજ પછી મને ફોન ન કરતા.. એના મોઢેથી આવુ સાંભળી ને મને ગુસ્સો આવી ગયો... હૂ એને ગમેતેમ બોલવા લાગ્યો પછી છેલ્લે એ છોકરાએ ફોન મુક્યો અને એ છોકરી પાસે ગયો...
છોકરાએ અને એના બીજા મિત્રોએ થઇને એ છોકરીને ઘણી સમજાવી હશે.. પછી થોડિ વાર રહીને એ છોકરીનો ફોન આવ્યો અને એમ બોલી કે છોકરાએ નાજ પાડિ દિધી.. એહવે એક મિત્ર તરીકે રહેશે...
છેલ્લે એ એમ બોલી કે તમારા કારણે મારા પાસેથી આ છોકરો જતો રહ્યો પણ મારા બિજા મિત્રો ને પણ મારા પર હવે વિશ્વાસ નથી રહ્યો... એણે મને એમ કહ્યુ કે મને મારા બધા મિત્રો પાછા અપાવી દેશોતો હુ તમારા સાથે રિલેશન ચાલુ રાખીશ..
મને ખબર પડી ગઈ હતી કે આ વસ્તુ હવે લાઃબા સમય સુધી ટકી નઈ શકે પણ મે એને હા પાડી દિધી... મગજ માં હવે ટેન્શન હતુ એ જતુ કર્યુ.. હવે બીજા દિવસે હુ એને મળવા ગયો તો પહેલા ની જેમ જ મળ્યા... હુ બધુ ભુલી ગયો હતો.. પણ એ ભુલી શકતી ન હતી..
થોડિ વાર થઇને એ એમ બોલી કે આપડે અત્યારે ડાઇવોર્સ લઈ લેવા જોઇએ... હવે ફરી મારી બોલતી બંધ થઈ ગઈ.. એણે એમ કહ્યૂ કે મેરેજ જલ્દિ કરી લિધા છે... હમણા ડાઇવોર્સ લઇને પછી તમે થોડા સેટ થાઓ પછી મેરેજ કરશુ..એ છોકરી એ તો ભુલી જ ગઈ હતી કે મેરેજ ઉતાવળમાં એના કહેવા પર જ કર્યા હતા...
હુ તો ડાઇવોર્સ માટે પણ તૈયાર થઇ ગયો... કારણ કે હજી પણ મારા માટે તો એ જ છોકરી હતી જે પહેલા હતી.. હવે હુ શુ કરુ એનો વિચાર કરવા લાગ્યો.. અને અંતે મારા પિતરાઇ ભાઈને આ વસ્તુ જણાવી.. એણે મને એમ કહ્યુ કે તારા પાપાને જણાવી દે કે મેરેજ કર્યા હતા... પણ હવે બધુ પતી ગયુ છે...પણ મારી ઈચ્છા એમ હતી કે ડાઇવોર્સ લઈને પછી કહુ. એટલે પહેલા ડાઇવોર્સ લેવાનૂ વિચાર્યું..
2 કે 3 દિવસ પછી એક વકિલ ની મદદ લઈને ડાઇવોર્સ લેવાનો નિર્ણય કર્યો... એ છોકરીને પણ કહી દિધુ. 24 /9/2017 ના દિવસે અમે બંને એ ડાઇવોર્સ લઇ લિધા.. મારી આંખ માંથી આંસુ આવી ગયા હતા પરંતુ તે એકદમ બિંદાસ હતી.. ખબર નઈ બધુ કેમ આવુ થઈ ગયુ હતુ.. ???
આગળનુ આવતી કાલે.... ???