એક ટુકડો આકાશ

રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે..
આવશે અને જશે
પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે?

ના ઘુટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખકની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં
ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં
હે પુરુષ..
જો આપવું જ છે ...તો...
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો...
જયાં હું ઉડી શકું,
મન ભરીને વિહરી શકું,
હે પુરુષ...
એકમેકનાં પુરક આપણે
મૈત્રી ભર્યો બસ સાથ આપો...
એક વ્યક્તિ તણા અધિકાર આપો..
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,
સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ,
ન શબ્દોના આવા ઠાલા હાર આપો
હે પુરુષ..
આંખોમાંથી ' કામ' ના કાજળ કાઢી નાખો
અંદર છુપાયેલી અપેક્ષાઓ ને બસ
એક હદમાં બાંધી રાખો...
આપવું જ છે...તો..
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો..!!?

Gujarati Shayri by Umakant : 111089974
Umakant 8 years ago

રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે.. આવશે અને જશે પણ હરડે લેશો રોજ સ્વાસ્થ્ય રહેશે આબાદ ?

Umakant 8 years ago

Thanks for Appraisal

Umakant 8 years ago

Thanks for Appraisal

Umakant 8 years ago

Thanks for Appraisal

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now