સંભારણું...
યાદ રાખવા છતાં ભૂલી જવાય છે,
ના કહેવાનું આખરે કહી જવાય છે !
નથી ઈચ્છતો કે કોઈને ઠેસ પહોંચે,
તોય ભૂલમાં એમને અડી જવાય છે !
મીઠું સંભારણું બનાવી રાખવા છે જે,
એ સંબંધોમાં જ હવે હારી જવાય છે !
અનિચ્છાએ આંખ ભીની કરી બેસુ હું,
જ્યારે લાગણીમાં થોડું સરી જવાય છે !
વિચારું છું ! હું ભલો ને કામ મારું, ત્યાં
કોકની નજરમાં સ્વાર્થી બની જવાય છે !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.