કૃષ્ણ એટલે?
જેને જોતા મન મોહી જાય,
જેને વિચારતા સર્વ દુઃખ
દૂર થઈ જાય,
જેને અનુભવતા રોમ રોમ
વ્યાકુળ થઈ જાય,
જેને સ્પર્શતા
જીવન ધન્ય થઈ જાય,
જેના આગમન થી
આંખો ના અશ્રું દૂર થઈ જાય,
વિરહ ની વેદના માં
મિલન નો અહેસાસ થઈ જાય,
નરસૈંયાના બધા કામ
થઈ જાય,
મીરા નો જેર નો પ્યાલો
અમૃત થઈ જાય,
દ્રૌપદી ના ચિર પુરાઈ જાય,
જેના દર્શન માત્ર થી
મોક્ષ મળી જાય,
તે મારો કૃષ્ણ??