તારી મારી દોસ્તી થઇ ગઇ
આખી દુનિયા જોતી થઇ ગઇ

શ્હેરમા શું મંદી આવી
ગામે વસ્તી વસ્તી થઇ ગઇ

છોડી જો સચ્ચાઈ એણે
ત્યાં તો એની પડતી થઇ ગઇ

કેવું એ તો જીવી ગયો
સૌની આંખો રડતી થઇ ગઇ

કામો એણે એવા કીધા
નાતો બધી નમતી થઇ ગઇ

~વિનય પટેલ

Gujarati Poem by Patel Vinaykumar I : 111240254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now