શ્વાસમાં વિશ્વાસ રાખતા,
પ્રતિ પળ, સરકતું જીવન,
મનની બારી થી ડોકિયું કરી
કલ્પના માં રાચતા , જીવન;
ઈચ્છાના ઓવારે, બેઠક પર,
નિત નવીન, સ્વપ્નનું , જીવન;
કાલ્પનિક સવારી કરી અંધારે,
જ્યોતિ ની ખોજમાં, જીવન;
ભૂલી ને ફરી, કરતા ગણતરી,
પ્રેમ એટલે ત્યાગમાં, જીવન;
==={}{}==={}{}==={}{}==={}{}===