નહીં છોડુ તારું નામ સાવરિયા નહીં છોડુ તારું નામ.
ભલે નિંદા કરે ગોકુળીયુ ગામ સાવરીયા નહી છોડુ તારુ નામ.
લોકલાજ બધી છોડીને આવુ
દુનિયાના બંધન તોડીને આવું,
મારું જીવન કરું હું તારે નામ.
સાવરીયા નહી છોડુ તારું નામ.
રિસાઈ જાય તો તને હું મનાવું,
તારા તારા માટે રોજ ખીર હું બનાવવું .
આમ વિતિજાય ઉંમર તમામ.
સાવરીયા નહી છોડુ તારુ નામ.
શ્યામ તારા ગીત હું હર દમ ગાઉ,
તુ વાંસળી વગાડ હું નાચી બતાવું.
યાદ કરશે આ લોકો તમામ.
સાવરીયા નહી છોડુ તારું નામ.