ફુટે છે સ્નેહ ની ,  સરવાણી જ્યાં,
પ્રેમ ના માર્ગની ,  છે ઉજાણી ત્યાં;

ફુલો જેવી હસતી  ,માસુમિયત માં,
મહેંકતી મૈત્રીપૂર્ણ,  છે કહાણી ત્યાં;

રંગીન મિજાજી મહેફિલમાં ગજબ,
મેઘધનુષ ની પ્યારી પધરામણી ત્યાં;

સારસની છે બેલડી ,  યુગલ સ્વરૂપે;
સંસાર સાગર નો અમૃતકુંભ છે ત્યાં;

આનંદ બેહિસાબ છે, શરણાગતિમાં,
પામ્યા પરમ ચૈતન્ય, દિલ રૂહાની ત્યાં;
==={==}==={==}==={==}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111279723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now