આજ સૂક્કા તરૂએ
એક દીઠી ડાળખી
નમણી લીલાશ લઇને
ઝૂલતી પવનના સ્પર્શથી
હોંશથી. સત્કારવા
ઉમટી પડયું આખુ તરૂ
જાણે આખા વિશ્વની
એને મળી ગઇ તાજગી
ઓચિંતું એક પંખી
આવી બેઠું શાખ પર
એના મધૂર ટહૂકાના રવથી
ઝૂમી ઊઠયાં ધરતી ગગન!

Gujarati Poem by Kundan Langalia : 111298914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now