જ્યારે મોટી ઉંમરે સ્ત્રી સર્જન તરફ વળે છે....
ત્યારે પુરુષો વિચારે છે....
આને પાંખો આવી છે !!!

અરે...ભલા માણસ...પાંખો તો એને જન્મ થી જ મળી છે.

પણ એ સ્વેચ્છાએ એને સંકેલી ને બેઠી હતી.

એણે ગૃહસ્થી ને કદી પિંજરુ ગણ્યુ જ નથી....
માળો જ માન્યો છે.

પોતાની પાંખો ની હૂંફ થી એણે પરિવાર ને સેવ્યો છે.

ક્યારેય ઉડવાની તમન્ના નથી કરી.

પણ...પણ...આ મુકામ પર...

જ્યારે પક્ષીઓ જ ઉડી ગયા છે તો હવે એ પણ જરી પાંખો ફફડાવે તો ખોટું શું છે ?

એને આકાશ નથી જોઇતું...
એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું.
એને તો બસ....થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે.

એ તમારા જ આપેલા 'સમય' નાં ટૂકડા ને મનગમતી પ્રવ્રુતિ થી ભરવા માટે એક ટૂકડો 'અવકાશ' માંગે છે

તો ....શું એ વધારે કાંઇ માંગે છે ???
એને થોડુ ખિલવું છે...
ખુલવું છે.....
થોડુ વહેવુ છે...
થોડુ કહેવુ છે...
થોડુ મ્હોરી ને
થોડુ મહેંકવુ છે.

તો શું એ ખોટું છે???..

Gujarati Whatsapp-Status by Dr. Hina : 111363809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now