વાત તારી વિચારવી પડશે,
જાત આખી નિતારવી પડશે.

ડૂબતી નાવ તો ઉગરશે પણ-
ઝંખનાઓ વધારવી પડશે.

જેમ પર્વત નદી ઉતારે છે,
એમ યાદો ઉતારવી પડશે.

વૃક્ષની જેમ છાંયડો દેવા,
જાત તારે પ્રસારવી પડશે.

રાત રાણી સમું સ્મરણ દોરી
સાંજ મારે નિખારવી પડશે.
-દર્શક આચાર્ય

Gujarati Poem by Rinku Panchal : 111366333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now