ચૂંટણી નામે ફરી નાટક થવાનું,
હા,અમિતના નામનું ત્રાટક થવાનું.

માલ લઇને દળબદલ ચાલ્યું ફરી,
આપણું ગુજરાત કર્ણાટક થવાનું.

હોય પંજો કે કમળ નિશાન પણ,
આપણે લોલક બની ટકટક થવાનું.

એમ એ સુધરી જશે એવું નથી.
આપણે પોતે જ વિસ્ફોટક થવાનું.

જિગર ઠકકર 'ગઝલનાથ'

Gujarati Poem by Rinku Panchal : 111367251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now