કળિયુગમાં માણસોની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે એના કારણો વિશે વિચારતા એક દિશામાં મારી નજર જાય છે.
ભારતીય માન્યતાઓ અનુસાર માનવ શરીર પંચ-મહાભૂતો નું બનેલું હોય છે. પરંતુ માણસ તકનીકી વિકાસ સાથે ક્રમશઃ આ પંચ-મહાભૂતોની ગુણવત્તામાં ઘટાડો કરતો ગયો છે.
ભૂમિ - વધુ પડતા પ્લાસ્ટિક ને જંતુનાશક દવાઓનો ઉપયોગ
વાયુ - વધુ પડતા પ્રદૂષણથી શ્ચાસ લેવા લાયક રહી નથી
જળ - પ્રદૂષણથી એ પણ પીવાલાયક રહ્યું નથી
આકાશ - વધુ પડતા તરંગો અને અવકાશીય કચરાથી ભરાઈ ગયું છે
અગ્નિ - હા, હજી અગ્નિ ની ગુણવત્તા સાથે ચેડા નથી થઇ શક્યા.
કાચા માલની જ ગુણવત્તા જ્યારે લથડી ગઈ છે તો એમાં થી બનતા ઉત્પાદની ગુણવત્તા ક્યાંથી સારી મળે????
આવનારા સમયમાં માણસ વધુ ને વધુ તકનીકી વિકાસ સાથે જો અગ્નિની ગુણવત્તામાં સાથે ચેડાં કરી શક્યો તો એજ કદાચ માનવ જીવન નો અંત હશે.!!!
#ગુણવત્તા