તમારા મોબાઇલ નંબરમાં આવે છે આ આંકડા તો તમે છો નસીબદાર
આપણે ચમત્કારિક મોબાઇલ નંબરની વાત કરી રહ્યા છીએ, ચમત્કારિક મોબાઇલ નંબર જે જાતકો પાસે હોય તેમના જીવનમાં કેટલી પ્રગતિ અને સુખ હોય છે તે વિશે આપણે ગતાંકમાં પણ વાત કરી હતી, આ જ વાતને આગળ વધારતાં જોઇએ કે આ ક્રમાંકમાં બીજા કયા નંબર આવે છે.
જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં ૩૩૩ હોય તે જાતકને પણ નસીબદાર માનવામાં આવે છે. કેમ કે આ નંબર ગુરુ, શુક્ર અને મંગળ ગ્રહની શક્તિથી સંપન્ન હોય છે. આ જાતકના નસીબમાં પ્રગતિનો અદ્ભુત યોગ છે. પરંતુ આ નંબર ધારણ કરનાર વ્યક્તિમાં આળસ અને અણગમો ખાસ્સા પ્રમાણમાં હોય છે. આ જાતક જો પોતાના શરીરની અને મનની આળસને ખંખેરી નાખે તો તેમને અદ્ભુત સફળતા મળી રહે છે. એટલું જ નહીં આ વ્યક્તિએ સફળતા મળ્યા બાદ અહંકારને પણ પોતાની આસપાસ ન ભટકવા દેવો જોઇએ. એકવાર અહંકાર તમારા મન ઉપર રાજ કરવા લાગશે તો પતનનો માર્ગ જલદી જ તમને જડી જશે.
જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં ૫૫૫ હોય તો તે જાતક પણ ઘણો નસીબદાર કહેવાય છે. આ નંબરને ચમત્કારિક એટલે જ કહેવામાં આવે છે કેમ કે આ નંબર ઊર્જાથી ભરપૂર હોય છે. આ જાતક પોતાના બળ અને બુદ્ધિ વડે સમાજમાં આગળ આવવા સક્ષમ છે. તે પોતાની બુદ્ધિના બળે પોતાની ઓળખ બનાવી શકે છે. આ જાતકો માટે સૌથી સારી બાબત એ છે કે તે પોતાના કરિયરને બનાવવા કોઇપણ સ્થળ પર પોતાની જાતને સાબિત કરી શકે છે. તેમ છતાં આ જાતકને જીવનમાં કોઇ તકલીફ આવે તો તેમણે બુધ કવચ ધારણ કરવું જોઇએ.