:::::::::::::::::::::::::::::: આભાર સ્વીકાર ::::::::::::::::::::::::::::::
તા. ૧૫/૦૪/૨૦૨૦ ના રોજ " આશ્ચર્ય" શબ્દની પ્રતિયોગિતામાં મનેં ગુજરાતી ભાષામાં સૌથી વધુ લાઈક અને કોમેન્ટ આપી વિજયી બનાવવા માટે હું બધા સાથી મિત્રોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.
માત્ર " વિજયી" બનવું અગત્યનું નથી હોતું. પરંતુ તેના લીધે આજે મને આગળ લખવા માટેની પ્રેરણા મળી છે,અને ઘણા મિત્રોએ મારો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નો કર્યા છે. એ સૌનો હું હંમેશા માટે ઋણી રહીશ.
માણસ સર્વસંપન હોતો નથી. એટલે મારામાં પણ ખૂબી અને ખામી બંને હશે..તો આપ મિત્રોને જ્યાં જરૂર ત્યાં મને સૂચનો તથા માર્ગદર્શન આપી મને આપનો આભારી બનાવશો એવી આશા રાખુ છું.
મારી સાથે અન્ય ભાષામાં આજરોજ વિજેતા બનેલા અન્ય મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.
***********************************************