#પૂછવું

કેમ દૂર જાય છે
#હેસિયત

તું લાગણીને મારી છડેચોક વેરાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

તારું મસાલા ખાઈને મોઢું ગંધાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

બોલીમાં તારી કુતરાનો ભાસ થાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

એ કર્કશ બોલીથી મારુ મન ઘબરાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

નશાથી લાલ આંખોથી ગભરામણ થાયછે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

મને ખોટી સાબિત કરી તું હરખાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

જો શબ્દોમાં પુરુષ અહંકાર છલકાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

ભાવુ" એકાંતમાં હવે તો આનંદ થાયછે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

વ્યસની ને ઝગડાળુ સ્વભાવે પાસું દેખાય છે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

#હેસિયત નું ક્યાં કારણ અહીં જણાય છે
સ્વાભાવ જ તારો આજીવન નડે જાયછે
ને વળી તું પૂછે છે મુજથી કેમ દૂર જાયછે

Gujarati Poem by Bhavna Jadav : 111404373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now