*દોડમ દોડ ભાગમ ભાગ*
લ્યો આખી દુનિયા વસી ગઈ
સૌ..સૌના ઘર ઘરમાં
નથી કોઈ હોટલ કે
નથી કોઈ પાર્ટીની જયાફત..
નથી કોઈ દોડમ દોડ
નથી કોઈ ભાગમ ભાગ
નથી કોઈ હોડ..
શાંતિથી ઉઠવાનું..
છપાછપ ન્હાવાનું..
ઘરમાં જ જમવાનું..
સુંદર સપને પોઢવાનું..
પહેલાં કેટલી હતી
રૂપિયાની રેલમછેલ!!
તોયે હતી ખેચમખેચ!!
મેલ બધી ભાંજગડ..
નથી કોઈ ખર્ચો
નથી ખૂટતો રૂપિયો..
કેટલું કમાવા દોડતો હતો..
ઊંઘ હરામ કરતો હતો..
પારાવાર ઉહાપોહ
હતો કંઈક પામવાનો..
કેટલું ખાવું??
બે રોટલીને શાક!!
-આરતીસોની © રુહાના