શક્તિશાળી
કોઈપણ ક્ષેત્રે કોઈપણ વ્યક્તિ શક્તિશાળી બની શકે છે. પરંતું એ ક્ષેત્રને જરૂર છે, જે તે વ્યક્તિનાં અનિશ્ચિત સમયની,પુરેપુરા ખંત અને સહયોગની, અમાપ ધીરજની,સતત અને એકધારા ઉત્સાહ અને વિશ્વાસની અને આ બધુ જે તે ક્ષેત્ર માટે આપવું કોઇપણ માટે સરળ હોવાં છતાં ભાગ્યેજ કોઈ વિરલા આપી શકતા હોય છે. કેમકે આ બધામાં એકજ વસ્તુ એવી છે જેનાં પર આપણો અંકુશ આવી જાય તો બીજુ બધુ ગૌણ બની જાય.
અને તે છે "ધીરજ"
શૈલેષ જોશી
#શકિતશાળી