થોડાં સુધારા સાથે...
ટકે કદાપિ?
હોય પ્રબળ
જો વેગ, અવરોધ
ટકે કદાપિ?
ઝુંકે છે વૃક્ષ
ઊંચા, વા'નાં પ્રચંડ
એવાં વેગથી!
થાય ઘમંડ
ચૂરચૂર, શ્રુષ્ટિની
એ થપાટથી!
ઓગળે ઘૃણા
સંપૂર્ણ, અવિરત
એવાં પ્રેમથી!
થાય નિર્બળ
અવરોધ, ઉમદા
એ પ્રહારથી!
- કેતન વ્યાસ "સંકેત"
#અવરોધ