સમયને જોતાં હવે બધાનો સમય આવી ગયો છે
કેટલું સહન કરશે આ ધરા, સમય આવી ગયો છે

દેખાય છે ક્યાંક માનવતા જીવે ક્યાંક મરી પડી છે
કોઇ લૂંટે છે,કોઇને લૂંટાવાનો સમય આવી ગયો છે

ખુશ થાય છે અમુક લોકો, મજબૂર થતાં જોઇને
બધું અનર્થ છે સમજવાનો સમય આવી ગયો છે

આ પરિસ્થિતિમાં પણ સ્વાર્થી પણું બહાર રખડે
નિયત બતાવવાનો સૌનો સમય પાકી ગયો છે

લાગે ન્યુટનના ત્રીજા નિયમની અસર થવા લાગી
જાણે ઉછાડેલો સમય પાછો ઉછળીને લાગ્યો છે

માત્ર મનુષ્ય નામનું પ્રાણી જ ભયના આરે લાગે
કરેલ કર્મોના ફળ પાકવાનો સમય આવી ગયો છે


ખબર તો પડી કુદરત સામે બધી જ શોધ વ્યર્થ
પ્રકૃતિ ચેડાના પરિણામનો સમય આવી ગયો છે

Gujarati Poem by Dr Mahendra pawar : 111508711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now