"નસીબ"
નજરો થકી નજરો મળી
બે અનજાન દિલોની પ્રેમકહાણી બની
તુજ નજર મુજ પર પડી
ને મુજ નજર તુજ પર પડી
જાણે મિલન કાજે જુદાઈની ઘડી ટળી
હુ તુજને ગમ્યો ને તું મુજને ગમી
હુ તારી ને તું મારી પસંદગી બની
હુ રહ્યો ચૂપ ને તું પણ રહી ચૂપ
છતાં જનમોજનમની જાણે વાતો કરી
વાતો પણ જાણે એટલી બધી કરી
કે એની સજામાં આજે મુલાકાત છે ટળી
ખબર નથી કે કોની બંદગી આજે છે ફળી?
જોતજોતામાં હું તારી ને તું મારી જિંદગી બની
' પ્રિયે ' આ બધી તો છે નસીબની દાસ્તાં
નસીબજોગે જ તો તારી ને મારી જોડી પણ બની!!
- કર્જદિલ