આજ રક્ષાબંધનના શુભ દિવસે ઘરમાં રહેલી બહેન સવારે વહેલી ઉઠીને નાહી ધોઇને ભાઇની ઉઠવાની રાહ જોતી પલંગમાં મોઢું ચઢાવીને બેઠી હોયછે કારણકે તેનો ભાઇ આગલી રાત્રે જરાક મોડો ઘેર આવ્યો હતો તેથી તે સવારે જલદી ઉઠશે નહી તેમ સમજીને બેન ઉપર માળે ભાઇની રુમમાં જાયછે ને પ્રેમથી મીઠો ટહુકો આપે છે...
ભાઇ ઓ ભાઇ, મારા વ્હાલા ભાઇલું ચાલ ઉઠ હવે મારે તને રાખડી બાંધવી છે ચલ જલદી નાહીને તૈયાર થઈ જા ભાઇને માથે પ્રેમથી હાથ ફેરવીને બેન થોડી થોડી માથે એકાદ બે ટપલીઓ પણ મારતી જાયછે તેથી ભાઇની ઉંઘમાં ખલેલ પડવાથી કંટાળીને ભાઇ પોતાની રૂમની બહાર આવીને દાદર ઉતરતા સીધો ખાલી બાથરૂમમાં ઘુસી જાયછે ત્યારબાદ નાહીને બહાર નીકળેલ ભાઇ નવા કપડાં પહેરીને બેન પાસે રાખડી બાંધવા પલાંઠી મારીને બેસી જાય છે ચાલ બાંધ હવે..ભાઇના હાથે રાખડી બંધાય છે કપાળે લાલ તિલક થાયછે ને પછી બેન તેના મોઢામાં ગુલાબ જાંબુનો એક ગોળો ને એક મોતીચુરનો લાડુ પણ નાખે છે. ભાઇ ખુશ થઇ ને બેનની પૂજાની થાળીમાં પૈસાનો ઢગલો કરી દે છે
આવી છે આજની એક રક્ષાબંધન.