કોરોના વાઇરસ...આજ તે વિકરાળ સ્વરુપ ધારણ કરીને આખી દુનિયાનો જબરજસ્ત ભરડો લઇ રહ્યો છે
રોજબરોજ કોરોનાથી લાખો નવા કેસો સંકર્મિત થતા હોયછે સાથે સાથે લાખોના મરણ પણ કોરોનાથી થવા લાગ્યા છે શરુઆતમાં ઘણા લોકો આ કોરોના વાયરસથી અજાણ હતા તો ઘણાલોકો જાણીજોઇને પોતે અજાણ બનતા હતા..પણ આજ દુનીયાનો દરેક માણસ હવે કોરોના વિશે જાણી ગયો છે કે કોરોના એટલે શું! ધીમે ધીમે છુપી રીતે આવતું એક બીન બોલાયું મોત!!! આજ આખી દુનીયા કોરોનાથી ફફડી ગઇ છે આથી તેનાથી બચવા હવે લોકો મોં ઉપર માસ્ક પહેરવાના ચાલુ કરી દીધાછે ખેડૂત હોય મજુર હોય કે કોઇ રસ્તા ઉપર રખડતો ભિખારી હોય દરેકના મોંઢે માસ્ક પહેરેલા સાફ દેખાઇ આવેછે..સરસ હવે લોકોને કોરોના અંગે ચોકકસ ભાન આવી ગયુછે...
આજે કોઇપણ દુકાને જાવ કે કોઇપણ ઓફિસે જાવ કે કોઇપણ જાહેર સ્થળ ઉપર જાવ પણ માસ્ક ફરજીયાત પહેરવું જ પડેછે. દરવાજો ખોલો તો કાચના બારણા ઉપર જ એક સફેદ કાગળ ઉપર લખાણ જોવા મળેછે કે
"માસ્ક પહેરીને જ અંદર આવવું"
આજે કોઇપણ વ્યકતિ માસ્ક પહેર્યા વગરની વ્યકતિ સાથે વાત નથી કરતી
કોરોનાની રસી તો ઘણા દેશોએ બનાવી પણ દીધી છે પણ ભારત આવતા હજી ઘણો જ સમય લાગશે માટે આપણે તો એ સમય દરમ્યાન થોડીક કાળજી તો અવશ્ય રાખવી પડશે.
આવી છે કોરોનાની મહાદશા.