શિકાર
જંગલમાં હિંસક પ્રાણીઓ દ્રારા થતો શિકાર -
ત્વરિત, કોઈ એકલ-દોકલનોજ, નજરસામેજ, માત્ર આજની ભુખ સંતોષવાજ, બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ડાયરેક્ટ કરાતો હુમલો, હુમલા પહેલા શિકારને ખ્યાલ આવી જાય છે કે, હવે ગયા.
મનુષ્ય જીવનમાં ઘણીવાર શિકાર બન્યા પછી પણ,
લાંબા સમય પછીએ ખ્યાલ નથી આવતો કે,
આપણે શિકાર બન્યા છીએ,
અને
શિકાર બન્યાં પછી શિકાર બન્યાંનો ખ્યાલ એકવાર આવી પણ જાય તો,
કોણે શિકાર કર્યો, એ શોધવામાં અડધી જીંદગી જતી રહે છે.
બચવાનો ઉપાય - જાત-મહેનત, સંતોષ, જીવદયા, પ્રભુ ભક્તિ, આત્મવિશ્વાસ
#શિકાર