ઓ બાપુ રાજધાટ પર સૌએ શીશ ઝુકાવી ગયા
ગાંધી વિચારો રહી ગયા ને તવ નામ લઈ ગયા
કામ તમારું બતાવીને સૌ ખુદનો રસ્તો કરી ગયા
રોડ થી લઈને નોટ સુધી સૌ તવ નામ ચરી ગયા
આદર્શો રહી ગયા ને સૌ નીતીમતા ય ચુકી ગયા
સત્ય , અહિંસા અને પ્રેમ ના સૌ પાઠ ભુલી ગયા
વાતો સૌ કરી ગયા અને આચરણ સૌ ચુકી ગયા
કષ્ટ ઉઠાવી ખુદ સધળા આઝાદી અપાવી ગયા
સૌ આઝાદ થયી ગયા ને એ બલિદાન ભુલી ગયા

-Hiren Bhatt (©એમજદિલથી )
#એમજદિલથી #મહાત્મા

Gujarati Poem by Hiren Bhatt : 111583526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now